વડોદરા: શહેરના અમિતનગર સર્કલ લોકો તથા વાહનોથી ભરચક વિસ્તાર છે. ત્યાંથી લોકો મોટી સંખ્યામાં અમદાવાદ જવા માટે ઉભા રહેતા હોય છે. પરંતુ ત્યાં ખાનગી વાહન ચાલકોએ જાણે ડેરાતંબુ તાણ્યા હોય તેમ ખાનગી વાહનોની લાઇનો લાગે છે. જેના કારણે ક્યારે ક્યારે ટ્રાફિકની સમસ્યા પણ થતી હોય છે.પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા તેમની ઉભી રહેવાની મંજૂરી કેમ આપે છે. બ્રિજ નીચે જ સર્કલ છે તેની પાસે અમદાવાદા જવાના માટે વાહનોની લાઇન લાગે છે પરંતુ ટ્રાફિક પોલીસને તે સુદ્ધા દેખાતું નથી તેવી લાગી રહ્યુ છે. પરંતુ વાત એવી પણ વહેતી થઇ છે કે ટ્રાફિક પોલીસની સાંઠગાંઠથી ચાલકો બિન્દાસ્ત રીતે પોતાના વાહનો ઉભા રાખે છે છતાં પોલીસ દ્વારા તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
બીજા બાજુ એવી પણ ચર્ચા થાય છે કે ત્યાં ઉભા રહેતા ખાનગી વાહનોના ચાલકો પાસેથી માથાભારે ભરવાડો દ્વારા અમુક રકમ ભરણ તરીકે ઉઘરાવવામાં આવતી હોય છે.જેમાં માથાભારે ભરવાડો દ્વારા વાહન ચાલકોને જણાવાય છે કે તારે અહિયા ગાડી ઉભી રાખવી હોય તો રૂપિયા આપવા પડશે અને જો વાહન ચાલકો રૂપિયા આપવા રાજી ના થાય તો તેમની સાથે મારામારી કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. રૂપિયના ન આપનાર વાહન ચાલકોને રીતસરનો તારગેટ કરવામાં આવે છે. ભરવાડો દ્વારા એકજૂથ બનાવીને તેમના પર હુમલો કરાય છે. અને રૂપિય ન આપ્યા હોય તેવા લોકોને દાદાગીરી કરીને વાહન ઉભુ પણ રાખવા દેતા નથી.