કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારની મંગલમુર્તિ સોસાયટીમાં અગાઉ પતિ સાથે રહેતા નેહાબેન પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદની વિગતો મુજબ નેહાબેનના લગ્ન ૨૦૧૧માં કાલોલ શહેર પાસે જ આવેલા કાતોલ ગામના વિજય કાંતિલાલ પરમાર સાથે સામાજિક રીતરિવાજો મુજબ થયા હતા.
અને પ્રારંભે કાતોલથી કાલોલ શહેરમાં આવીને કોલેજ વિસ્તારની મંગલમુર્તિ સોસાયટીમાં રહેતા બન્ને સંસાર સારી રીતે ચાલતા હોય બે પુત્રીઓ સાથેનો સુખી પરિવારનું ગુજરાન ચાલતું હતું. પરંતુ કાળક્રમે ત્રણ વર્ષ અગાઉ સાસુ અને બે વર્ષ અગાઉ દિયરનું કુદરતી મોત નિપજતા છેલ્લા એક વર્ષથી પતિએ પત્નીને તું ખરાબ પગલાંની છે એટલે મારી માતા અને ભાઇ ગુજરી ગયાના મહેણાં ટોણાં મારીને રોજ માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
તદ્ઉપરાંત કુબુદ્ધિએ દારૂ પીવાની લતે ચઢી જતા રોજ દારૂ પીને ઘરનાં બારણાં બંધ કરી દોરડાથી પત્નીના હાથ પગ બાંધીને તારા બાપાએ મને દહેજમાં કશું આપ્યું નથી તો તારા બાપના ઘેરથી રોકડા રૂપિયા અને દાગીના લઇ આવ નહીં તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મારઝૂડ કરતો હતો. જ્યારે તાજેતરમાં બે દિવસ અગાઉ પણ દારૂ પીને આવી તારા બાપને ઘેરથી રોકડા રૃપિયા કેમ નથી કહીને ગંદી ગાળો બોલી મારઝૂડ કરતા છેવટે પોતાના બચાવમાં ૧૮૧ પર ફોન કરીને મહિલા પોલીસને બોલાવતા મહિલા પોલીસે પત્નીને ત્રાસ આપતા પતિને કાલોલ પોલીસને સોંપી સળિયા પાછળ ધકેલી દીધો હતો.
તો પણ બીજા દિવસે જામીન પર છુટીને સાંજે દારૂ પીને ઘેર આવીને તેં મને પોલીસ સ્ટેશનમાં પુરાવી દીધો હોવાનો રોષ પ્રગટ કરી નેહાબેનને પહેલા ઘરમાં, ઘરમાંથી સોસાયટી પાછળના ખેતરમાં ખેંચી લાવી અને પછી ઘરમાં બારણું બંધ કરી હાથપગે દોરડું બાંધીને મારઝૂડ કરતા કેર વર્તાવ્યો હતો. જોકે છેવટે સસરાએ આવીને મારઝૂડમાંથી બચાવી હતી જેથી હવે તું મને ગમતી નથી અને મારે બીજી પત્ની લાવવી છે.