World

મહિલા પ્લેનમાં કપડાં કાઢી ફરવા લાગી, સ્ટાફે રોકી ત્યારે…

નવી દિલ્હી: ફ્લાઇટમાં (Flight) હંગામાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. હવે વિસ્તારા એરલાઈન્સની (Vistara Airlines) ફ્લાઇટમાં હંગામો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર અબુ ધાબીથી (Abu Dhabi) મુંબઈ (Mumbai) આની રહેલી ફ્લાઈટમાં એક ઈટાલિયન મહિલાએ કેબિન ક્રૂ સ્ટાફ સાથે મારપીટ કરી હતી, આટલું જ નહીં તેણે હંગામો કરી કપડા પણ ઉતાર્યા હતા. મુંબઈ પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને નોટિસ ફટાકારી છે.

પોલીસે જણાવ્યું કે ઈટાલિયન મૂળની મહિલા પાઓલા પેરુસિયોએ ફ્લાઇટમાં હંગામો કર્યો હતો. કેબિન ક્રૂની ઇકોનોમી ટિકિટ હોવા છતાં તે બિઝનેસ ક્લાસમાં બેસવાનો આગ્રહ કરી રહી હતી. જ્યારે ક્રૂએ ના પાડી તો તે હિંસક થઈ ગઈ અને કેબિન ક્રૂ સાથે મારપીટ કરવા લાગી હતી. તેણીએ તેના કેટલાક કપડા પણ ઉતારી ફરવા લાગી હતી. વિસ્તારાએ પણ આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે.

કંપનીએ કહ્યું કે આ ઘટના સોમવારે 30 જાન્યુઆરીએ ફ્લાઈટ નંબર UK 256 પર બની હતી. આ ફ્લાઈટ અબુ ધાબીથી મુંબઈ માટે ટેકઓફ કર્યું હતું. ત્યારે આ ફ્લાઇટમાં એક મુસાફર બેફામ બની હિંસક વર્તન કરતા કેબિન ક્રૂ અને અન્ય મુસાફરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફ્લાઈટના કેપ્ટને મહિલાને ચેતવણી કાર્ડ જાહેર કર્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક ફ્લાઇટમાં હંગામાના કિસ્સો સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો 23 જાન્યુઆરીએ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં દિલ્હીથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે મારપીટ કરવામાં આવી હતી. મુસાફરે કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો થયા હતા. હોબાળો બાદ આસપાસ બેઠેલા લોકોએ મામલો થાળે પાડ્યો હતો. બાદમાં આરોપી મુસાફર અને તેના સાથીને વિમાનમાંથી ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા.

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેટ-લીઝ્ડ કોરેન્ડન ફ્લાઈટ (SG-8133) દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે ગેરવર્તન કર્યું હતું. આ મામલે ક્રૂ મેમ્બર્સે PIC અને સિક્યુરિટી સ્ટાફને જાણ કરી હતી. મુસાફર અને તેના સાથીદારને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા.

આ અગાઉ પણ 9 જાન્યુઆરીએ ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં મુસાફરો પર દારૂના નશામાં હંગામો મચાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે ઈન્ડિગોની ફ્લાઈટમાં આ ઘટના બની તે દિલ્હીથી પટના આવી રહી હતી. એરપોર્ટ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. એરપોર્ટ પર તૈનાત એસએચઓએ પુષ્ટિ કરી હતી કે મુસાફરો નશામાં હતા. બંને ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-6383માં સવાર હતા.

Most Popular

To Top