Vadodara

કોમર્શિયલ ટાવરોના બુકિંગના નાણાં ખીસ્સામાં સેરવી બિલ્ડર રફુચક્કર

વડોદરા: વડોદરા શહેર માં કેટલાક લેભાગુ બિલ્ડરો ની જમાત આવેલી જે લોકો ને મોટા મોટા સ્વપ્ન બતાવી ને પોતાની સાઈડ પર ગ્રાહકો ને બોલાવી નકશાઓ બતાવી ઘર હોય કે ઓફિસ આકર્ષક સ્કીમ અને સુવિધા ના સપના બતાવી ને બુકીંગ કરતા હોય છે. ઘણી સાઈડો પર બુકીંગ વખતે ચાલુ હોય છે. જયારે કેટલીક સાઈડો પર ભૂમિ પૂજન કરતાજ બુકિંગ શરૂ થઇ જતું હોય છે. આવા બિલ્ડરો બુકીંગ ના બહાના હેઠળ દુકાન લેનાર કે મકાન લેનાર પાસે થી રૂપિયા લઈ લેતા હોય છે જેમાં કેટલા બિલ્ડરો બુકિંગ થઇ ગયું હોવા છતાં પઝેસશન આપતા નથી. કેટલાક બિલ્ડરો બુકિંગ ના કરોડો રૂપિયા લઈ ને ભાગી જતા હોય છે. આવું થાય ત્યારે બુકીંગ કરનાર ને રાતે પાણીએ રડવા નો વારો આવે છે.

શહેર ના વિવાદિત બિલ્ડરોએ ગ્રાહકો ના નાણાં નો ગેરુપયોગ કરી ને નાણાં ફસાવ્યા છે. ભોગ બનેલા નું કોઈ સાંભળતું નથી કારણ કે કરોડો રૂપિયા ના આવા બહુમાફિયા ઓ ને ભ્રષ્ટ સરકારી બાબુ ઓ કે પોલીસ ને ખરીદતા વાર લાગતી નથી.આવો જ એક બિલ્ડર જેમણે ખોડિયાર નગર ન્યુ વીઈપી રોડ પર કોમરશિયલ ત્રણ ટાવરો ઉભા કર્યા છે. મોટા ભાગની દુકાનો ઓફિસો ચાર વર્ષ પહેલા બુક થઇ ગઈ હોવાનું કહેવાય છે. પરંતુ કરોડો રૂપિયા ના બુકીંગ ના નાણાં લઈ ને છેલ્લા કેટલાક વર્ષો થી બિલ્ડર રફુચકર થઇ જતા રોકાણકારો ફસાયા છે જેમના નાણાં ફસાયા છે તે બે નંબર વાળા હોવાનું કહેવાય છે એટલે આ લોકો કોઠી માં મોં ઘાલી ને રડવા નો વખત આવ્યો છે જયારે વાઈટ માં જેમણે રોકાણ કર્યું છે તેમનું કોઈ સાંભળતું નથી.

ચાર વર્ષ થી માત્ર રોકાણકારો સાઈડ પર આવી ને ત્રણ ટાવર ના માત્ર ખોખા ના ના અધૂરા બાંધકામ ના દર્શન કરી ને સંતોષ માનવો પડે છે. એક રોકાણકારે જણાવ્યું હતું કે બિલ્ડર ફાયન્સ મુદે ક્યાંક ફસાયો હોવો જોઈએ એટલે જોવા મળતો નથી. અને ક્યાં છે તેપણ અમને ખબર નથી એવું પણ કહેવાય છે કે આ બાંધકામ માં એક મોટા ગજા ના નેતા નો હાથ હોવાથી મામલો બહાર આવતો નથી.

જયારે એવું પણ કહેવાય છે કે કોમર્શિયલ બાંધકામ મંજૂરી શાખાની પણ આ ત્રણ ટાવર માં ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે. હવે બાંધકામ છોડીને ફરાર થયેલ બિલ્ડર ને શોધવા રોકાણકારો ઘમ પછાડા કરે છે પરંતુ આ બિલ્ડર મહાશય કોઈ ની છત્ર છાયા હેઠળ આરામ થી રહેતા હોવાનું કહેવાય છે.શહેર માં લોકોના કરોડો રૂપિયા ફસાવી ને એશોઆરામ કરતા બિલ્ડરો પર કલેકટર સહિત ના સરકારી બાબુઓ ને બાજ નજર રાખવી જરૂરી છે.

બિલ્ડર સામે ચાર વર્ષ પહેલા પોલીસમાં ફરિયાદ કરાઈ છે
ચાર વર્ષ અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં માતા જશોદાબેન જેઠાલાલ ખેજમલાની એ અરજી આપી હતી . ખોડીયાર નગર સાઇટ પર જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમાં દુકાન બુક કરાવી હતી જેમાં દસ લાખના ચેક અને 15 લાખ રોકડા આપ્યા હતા જે બિલ્ડર અધૂરું કામ છોડીને કસે જતા રહ્યા છે માત્ર નિવેદન લેવામાં આવ્યું છે. ત્યારબાદ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. મારા જેવા બીજા કેટલાક પણ ભોગ બન્યા છે.
– રાહુલ ખેરાજમલાની (ભોગ બનનારનો પુત્ર)

Most Popular

To Top