Entertainment

કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ”

કોકોનટ મોશન પિક્ચર્સ (Coconut Motion Pictures) હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન (Family entertainment) માટે જાણીતી છે અને તેમની નવીનતમ ફિલ્મ ‘બૂશર્ટ ટી-શર્ટ’ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે.

કોકોનટ મોશન પિકચર્સના બેનર હેઠળની રશ્મીન મજીઠીયા નિર્મિત અને ઈશાન રાંદેરિયા દિગ્દર્શીત ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ”માં સિદ્ધાર્થ રાંદેરિયા, કમલેશ ઓઝા, વંદના પાઠક, રીવા રાચ્છ અને અન્ય બીજા કલાકારોએ ભૂમિકા ભજવી છે જે તમામ વયનાં દર્શકોને આકર્ષે છે તેમજ દરેક માટે કંઈક અનોખું પ્રસ્તૂત કરે છે. નિર્માતા શ્રી રશ્મિન મજીઠીયા કહે છે, “અમારી ફિલ્મોમાં હંમેશા વિવિધ પ્રકારની લાગણીઓ હોય છે. જેનો આપણે આપણાં જીવનમાં અનુભવ કરીએ છીએ, પરંતુ કોમેડી ફિલ્મો હવે આપણી શક્તિ બની ગઈ છે. લોકોને લાગણીશીલ બનાવવા એ ખૂબ સરળ છે, પરંતુ સેંકડો લોકોને એકસાથે હસાવવા એ એક સંપૂર્ણપણે અલગ લાગણી છે. અમે વધુ શુદ્ધ કોમેડી મૂવીઝ બનાવવાનું ચાલુ રાખીશું, જે દરેક નોખી અનોખી તો હશે જ પણ અમારા માનવંતા દર્શકો જ્યારે જ્યારે એ જોશે ત્યારે તેમને અત્યંત પસંદ આવશે સાથે જ હાસ્યનો ભરપૂર આનંદ કરાવશે.”

ફિલ્મની વાર્તા એક સામાન્ય પંડ્યા પરિવાર ઉપર છે. જેમાં પંડ્યા પરિવારની દુનિયામાં અંધાધૂંધી કાયમ છે અને હાસ્ય એ દરેક સમસ્યાનો ઉકેલ છે! નામ સૂચવે છે તેમ “બૂશર્ટ ટી – શર્ટ” પિતા અને તેના પુત્ર વચ્ચેની બે વૈવિધ્યસભર વિચારધારાઓને દર્શાવે છે. ઘણી અણધારી પરિસ્થિતિઓ, ઘટનાઓ, ડ્રામા અને લાગણીઓ સાથે આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દરેક ક્ષણમાં ભરપૂર હાસ્યની ખાતરી આપે છે. જુઓ ટ્રેલર https://www.youtube.com/watch?v=EKdhfBIIrhU

કોકોનટ મોશન પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો ‘ચાલ જીવી લઈએ’ અને ‘કહેવતલાલ પરિવાર’ સાથે તેના દર્શકોના દિલ જીતી લીધા હતાં. “બૂશર્ટ ટી – શર્ટ”એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેના ગૌરવ તરફ આગળ વધવામાં મદદ કરવા માટેનું એક સાહસિક પગલું છે. “બૂશર્ટ ટી – શર્ટ”એ માત્ર એક ફિલ્મ નથી તે એક ઉત્સવ છે. હાસ્યોત્સવ, એકતા, કુટુંબ અને આનંદના યાદોની ક્ષણોની ઉત્સાહભેર ઉજવાતી ઉજવણી છે જે જીવનભર સતત અવિરત ચાલશે! આ ઉજવણી 5મી મે 2023ના રોજ ફિલ્મની રિલીઝ સાથે તમારી નજીકના સિનેમાઘરોમાં તમારા માટે આવી રહી છે.

Most Popular

To Top