Sports

કોચ રાહુલ દ્રવિડ નંબર 4 અને 5ના બેટ્સમેનના સવાલ પર ભડક્યા, કહ્યું એવું લાગે છે કે અમને ખબર…

બેંગ્લોર(Banglore): વર્લ્ડ કપ (WorldCup) પહેલાં ભારતીય ટીમ (IndianCricketTeam) માટે નંબર 4 અને 5 મોટી સમસ્યાનું કારણ બન્યો છે. આ પોઝિશિન પર કયા ખેલાડીઓ રમશે તે અંગે છેલ્લાં કેટલાંય સમયથી ઘણી ચર્ચા થઈ રહી છે, ત્યારે પહેલાં આજે બેંગ્લોરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલ પૂછાતા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (RahulDravid) ગુસ્સે થઈ ગયા હતા.

નંબર 4 અને 5 પર સતત થતાં એક્સપરિમેન્ટના (Experiment) પ્રશ્ન પર રાહુલ દ્રવિડ ભડકી ગયા હતા. તેમણે કહ્યું, બેટિંગમાં કોઈ સમસ્યા નથી. ટીમમાં નંબર 4 અને 5ના ખેલાડીઓ 18 મહિનાથી પહેલાંથી નક્કી હતા. દ્રવિડે અલુર (બેંગલુરુ)માં ટીમ ઈન્ડિયાના કેમ્પ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

દ્રવિડે કહ્યું કે ટીમમાં પ્રયોગો જરૂરત અનુસાર કરવામાં આવ્યા હતા. દ્રવિડે સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમમાં ચોથા અને પાંચમા નંબરે કોણ બેટિંગ કરશે તે 18 મહિના પહેલા નક્કી થઈ ગયું હતું. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને ઋષભ પંતને આ પોઝિશન માટે નક્કી કરાયા હતા, પરંતુ ત્રણેય ઈજાગ્રસ્ત થયા જેના કારણે અન્ય બેટ્સમેનોને અજમાવવામાં આવ્યા હતા.

ભારતીય ટીમ હવે છ દિવસના કેમ્પ બાદ એશિયા કપ 2023 (AsiaCup2023) માટે શ્રીલંકાના (Srilanka) પ્રવાસે જશે. અહીં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ છે. આ ટૂર્નામેન્ટ પરથી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ માટેની તૈયારીનો અંદાજ લગાવવામાં આવશે.

ટીમ ઈન્ડિયામાં સતત એક્સપરિમેન્ટ કરવાના સવાલ પર રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “એક્સપરિમેન્ટ શબ્દને ખૂબ વગોવવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, નંબર ચાર અને પાંચ માટે ઘણી ચર્ચા થઈ રહી છે. એવું લાગે છે કે અમને ખબર નથી કે આ ક્રમ પર કોણ બેટિંગ કરશે?”

રાહુલ દ્રવિડે કહ્યું, ઈમાનદારીથી સાચું કહું તો 18-19 મહિના પહેલાં જ અમે નંબર 4 અને 5ની પોઝિશન માટે બેથી ત્રણ નામ નક્કી કરી લીધા હતા. આ પોઝિશન પર શરૂઆતથી જ કે.એલ. રાહુલ, શ્રૈયસ ઐય્યર અને ઋષભ પંત રેસમાં હતાં. 18 પહેલાં નક્કી જ હતું. તે સમયની અમારી ટીમને જોશો તો તમને ખ્યાલ આવી જશે. અમારા મનમાં આ અંગે કોઈ શંકા નહોતી.

કે.એલ. રાહુલ એશિયા કપની પહેલી બે મચે નહીં રમે
ભારતનો સ્ટાર બેટ્સમેન કે.એલ. રાહુલ લાંબા સમયથી ઈજાનો સામનો કરી રહ્યો છે. તેની એશિયા કપમાં પસંદગી કરાઈ છે પરંતુ આ ટુર્નામેન્ટની પહેલી બે મેચ તે રમશે નહીં. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે આ માહિતી જાહેર કરી છે. દ્રવિડે કહ્યું, વિકેટ કીપર બેટ્સમેન નવી ઈજાને જાંઘ સાથે કોઈ લેવા દેવા નથી.

દ્રવિડે એશિયા કપ માટે રવાના થતા પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેએલ રાહુલ એ અમારી સાથે એક આખું અઠવાડિયું વીતાવ્યું છે. તે સારું રમી ર્હોય છે. તે એશિયા કપની પહેલી બે મેચમાં રમવા ઉપલ્બ્ધ નથી. કોચે કહ્યું કે, રાહુલ એનસીએમાં રહેશે અને ટુર્નામેન્ટમાં તેના ભાગ લેવા અંગેનો નિર્ણય 4 સપ્ટેમ્બરે લેવામાં આવશે.

દ્રવિડે કહ્યું અમે ભારતથી રવાના થઈશું ત્યારે થોડા દિવસ રાહુલ એનસીએમાં પોતાની ટ્રીટમેન્ટ કરવાશે. 4 સપ્ટેમ્બરે ફરી તેના ટેસ્ટ થશે. જોકે, હાલ તો સારા સંકેત જોવા મળી રહ્યાં છે. તે પહેલી બે મેચમાં ઉપલ્બ્ધ રહેશે નહીં.

Most Popular

To Top