રાજ્યની સ્થિતિ અંગે હાઇકોર્ટ દ્વારા કડક ઝાટકણી બાદ સોમવારે રાત્રે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ (CM Rupani Live) થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે પછી રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ આજથી જાહેર કરવામાં આવ્યો છે. લગ્નમાં જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા 50 વ્યક્તિની કરવામાં આવી છે. તેમણે મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થાનમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જવા વિનંતી કરી છે. રુપાણી કહ્યું, 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે. ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે એવી મારી વિનંતિ છે.
રુપાણીએ કહ્યું કે તબીબોને અનુરોધ છે કે કારણ વગર રેમડેસિવીર ન લખે. રેમડેસિવીર (Remdesivri) બનવાની પ્રોસેસ 15 દિવસની છે અને સરકાર ગેમ તેમ કરીને રોજનાં 25,000 ઇન્જેક્શન એકઠાં કર્યા છે. તેમણે કહ્યું કે એપ્રિલમાં 2.14 લાખ રેમડેસિવીર આવ્યા અને સરકારે છેલ્લા 10 દિવસમાં સવા લાખ આપ્યા. સરકાર ચારેય તરફથી રિસોર્સિમાંથી ભેગા કરી અને સવા 3 લાખ ઇન્જેક્શન આપ્યા છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલનું હબ હોવાના કારણે અમને પણ રોજ બહાર આવે છે. રેમડેસિવીર રોજના 25,000 સરકારને મળે છે. સરકારે લગભગ દર્દીઓ સુધી પહોંચાડવામાં સફળ થયા છે. ઝાયડસને અભિનંદન આપ્યા છે.
રુપાણીએ જણાવ્યું કે સરકારે પાછલા 10 દિવસમાં 15,000 બેડની સંખ્યા વધારી છે. સંજીવની રથની સંખ્યા વધારી છે અને 1500 રથ અમદાવાદમાં સારવાર માટે એકઠાં કર્યા છે. રોજ અમે 20,000 ફોન એકઠાં કરી અને સારવાર કરી રહ્યા છે. વડોદરામાં 250 સંજીવની રથ અને 34 ધનવંતરી રથ આપવામાં આવી છે. અમદાવાદના જીએમડીસીના કન્વેનશમાં 900 બેડની મોટી હૉસ્પિટલ ઊભી કરી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, એપ્રિલ મે સુધીના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરવાનું નોટિફિકેશન કર્યું છે.