GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોરોના ( CORONA) આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને 251 લોકોના મોત થતાં ચિંતા વધી છે. 24 કલાકમાં ગુજરાતમાં પણ કોરોનાના સૌથી વધુ 1790 કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે મુખ્યમંત્રીએ કોરોના અપડેટ ( CORONA UPDATE) આપતા કહ્યું કે, કોરોના સંક્રમણ દેશભરમાં વધી રહી છે. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. સંક્રમણ વધુ છે, પરંતું મૃત્યુઆંક કંટ્રોલમાં છે. ગઈકાલે 70 હજાર ટેસ્ટ કર્યા છે. સરકાર ટેસ્ટ ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ આધારે કામ કરે છે. હજુ અઠવાડિયુ કેસ વધશે. ચાર મનપામા કેસ વધારે છે તેના ફોકસ કરીને આગળ વધીએ છીએ. મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઉનબ્રેક આવશે. પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે. જેમ જરૂર પડે તેમ નિર્ણય કરીએ છીએ. રોજના ત્રણ લાખ વેક્સીનેશન ( VACCINATION) થાય તે પ્રકારે આગળ વધીએ છીએ. તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણી વેક્સીન અપાશે. હાલ 4 મહાનગરોમાં કેસ વધારે છે, તેથી સરકાર અહી ફોકસ કરી રહી છે. સચિવાલય અને આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે.
હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગૃહમાં અનેક ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે શું સત્ર ટૂંકાવાશે તે વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, સત્ર પૂરું થશે, અને સમયસર પૂરું થશે. તેથી સત્ર ટુંકાવાની કોઈ વાત નથી. માત્ર ચાર દિવસ જ બાકી છે. 8 બિલ પાસ કરવાના બાકી છે. તે પાસ થશે. વચ્ચે ત્રણ દિવસ રજા છે. 31 માર્ચ અને 1 એપ્રિલે સમયસર સત્ર પૂરુ થશે.
સ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ રૂપે રણનીતિ
રૂપાણીએ ( VIJAY RUPANI) જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.
રાજ્યની હોસ્પિટલોના 70 ટકા બેડ ખાલી
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. ટેસ્ટિંગની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું ટેસ્ટિંગ થાય છે. એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી 104 ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના 70 ટકા બેડ ખાલી છે.