કોંગ્રેસના (Congress) નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી (CM) કે કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલ આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ ગયા છે. આ એન્ટ્રી બાદ આગામી ચૂંટણી માટે ભાજપ વધુ મજબૂત બન્યું છે. કોંગ્રેસ માટે આને વધુ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
જેમ જેમ લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. તમામ પક્ષોમાં પક્ષપલટાનો ખેલ ચાલી રહ્યો છે. જ્યાં ભાજપ પોતાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. સાથે જ કોંગ્રેસને એક પછી એક ઝટકો મળી રહ્યો છે. ભાજપ તેના ‘મિશન સાઉથ’ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. દરમિયાન કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. જેને કેરળમાં કોંગ્રેસ માટે નુકસાન માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભાજપ પોતાના પક્ષને વધુ મજબૂત કરવાની નીતિમાં આગળ વધી રહી છે.