આસામમાં (Assam) કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાએ સ્થાનિક કોર્ટમાં (Court) મુખ્યમંત્રી (CM) હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે સીએમ સરમા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે તેમની અને પાર્ટીની છબી ખરડાઈ છે.
ભૂપેન બોરાએ આરોપ લગાવ્યો છે કે ઘણી વખત સીએમ હિમંતા બિસ્વા સરમાના નિવેદનો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જલ્દી જ પાર્ટી છોડી દેશે. આનાથી જનતા સમક્ષ તેમની અને પાર્ટીની છબી ખરાબ થઈ છે.
આ કેસમાં સીએમ સરમા ઉપરાંત સ્થાનિક અખબારના સંપાદકને વાદી બનાવવામાં આવ્યા છે. બોરાએ આરોપ લગાવ્યો છે કે ઘણી વખત સીએમ સરમાના નિવેદનો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જલ્દી જ પાર્ટી છોડી દેશે. આનાથી જનતા સમક્ષ ફક્ત તેમની જ નહીં પરંતુ તેમની પાર્ટીની છબી પણ ખરાબ થઈ છે. આસામના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે બોરા ભાજપમાં જોડાશે પરંતુ બાદમાં વિપક્ષી પાર્ટીએ આ વાતને ફગાવી દીધી હતી.