Gujarat

સીએમની ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો યોગ દિન ઉજવાયો

ગાંધીનગર: રાજ્યભરમાં મંગળવારે (Tuesday) વિશ્વ યોગ દિનની (World Yoga day) ઉજવણી કરાઈ હતી. સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ તેમજ રાજ્યના સ્પોર્ટસ મંત્રી હર્ષ સંઘવીએ પણ યોગ કર્યા હતા. રાજય્પાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૭૫ આઈકોનિક સ્થળો પર યોગપ્રેમીઓ થકી યોગદિનની ઉજવણી કરવામાં આવી છે. પટેલે કહ્યું હતું કે, આ વર્ષે આપણે ‘માનવતા માટે યોગ’ની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરી રહ્યા છીએ. આજે વિશ્વના ૧૩૦થી પણ વધુ દેશો યોગાભ્યાસ દ્વારા ભારતીય સંસ્કૃતિની ગહનતાનો અનુભવ કરી રહ્યા છે.
મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિક સ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય સ્થળો ખાતે આ દિવસે સામૂહિક યોગ સાધના કાર્યક્રમ યોજાયા હતા.

અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી પણ કરાઈ હતી. રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૩,૨૩,૦૦૦ શિક્ષકો, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો, ૨૬૦૦ યુનિવર્સિટી-કોલેજીઝના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ અધ્યાપકો, રાજ્યની ૨૮૭ આઈ.ટી.આઈ.દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૨૮,૭૦૦ વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. સાથો સાથ રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૫૦૦ પેટાકેન્દ્રો પર કુલ ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કર્યા હતા.

Most Popular

To Top