Gujarat

પાલીતાણા શૈત્રુંજય તિર્થ માટે 8 સભ્યોની બનેલી ટાસ્ક ફોર્સની રચના કરતાં દાદા

ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શેત્રુંજય જૈન તિર્થ (Shetrunjaya Jain Tirtha) ક્ષેત્ર પાલિતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે. જૈન સમાજની રજૂઆતો માંગણીઓને ધ્યાને લઇને જે તે મુદ્દાના નિરાકરણ માટે આ ટાસ્ક ફોર્સની (Task Force) રચના કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ નવી ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર સભ્યો તરીકે રહેશે. ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલિતાણા રહેશે.

ગુજરાતનું પ્રથમ કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ધાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ગુજરાતનું પ્રથમ (ખાનગી) અને અત્યાધુનિક કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ યુનિટ થકી ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાના દરેક પગલા દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ ગુણવત્તાની સંભાળ પૂરી પાડી શકાય છે. આ પ્રસંગે અમદાવાદના મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડૉ. કેયુર પરીખ, ડૉ. રાજીવ સિંધલ, ડૉ. અનિશ ચંદારાણા, ડૉ. તેજસ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રાન્સપ્લાન્ટ યુનિટ શરૂ થવાથી લોકોને જીવનદાન મળશે
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ યુનિટ શરૂ થવાથી અનેક લોકોને જીવનદાન મળશે. ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટની સારામાં સારી સુવિધાઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યુનિટને શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ સિમ્સ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top