Gujarat

મેડિકલ -એન્જિનિયરિંગના અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં ભણાવાશે : વાઘાણી

ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર (CM Bhupendra Patel) પટેલના અધ્યક્ષસ્થાને આજે ચૂંટણીની જાહેરાત પહેલા છેલ્લી કેબિનેટ બેઠક (Cabinet Meeting) મળી હતી.જેમાં હવેથી ગુજરાતમાં મેડિકલ તથા એન્જિનિયરિંગના અભ્યાસક્રમને ગુજરાતીમાં ભણાવવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠક બાદ સીનિયર કેબિનેટ પ્રવકત્તા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કહ્યું હતું કે, મેડિકલ તથા એન્જિનિયરિંગની સાથે એમબીએનો કોર્સ પણ ગુજરાતીમા ભણાવવામાં આવનાર છે. કેબિનેટ પ્રવકત્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે યુરોપથી માંડવી સુધીનું કેબલ લેન્ડિંગ સ્ટેશનનું એમઓયુ કરાયું છે. આ રીતે ગુજરાતમાં 5G સેવા સરળ બનાવાશે. રાજય સરકારે 16 એમઓયુ કર્યા છે. જેમાં 10,400 કરોડનું રોકાણ આવનાર છે. રાજયમાં ITES નીતિને વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી સમયમાં 14 હજાર યુવાનોને આઈટી ક્ષેત્રમાં રોજગારી મળશે.

ખેતી માટે વીજ જોડાણના મીટર ટેરીફ ફિકસ ચાર્જમાં 50 થી 75 ટકાનો ઘટાડો
ગાંધીનગર : રાજય સરકારે ચૂંટણીની જાહેરાત પહેલા છેલ્લી કેબીનેટ બેઠકમાં ખેતી માટે વીજ જોડાણની મીટર ટેરીફ ફિકસ ચાર્જમાં 50થી 75 ટકાનો ઘટાડો કરતો નિર્ણય લેવાયો છે.રાજય સરકારે લીધેલા નિર્ણય મુજબ, 7.5 હોર્સ પાવર આધારિત વીજ જોડાણમાં 50 ટકાનો ઘડાડો કરવાનું નક્કી કર્યુ છે.તે મુજબ હવેથી રૂા.10 પ્રતિ હોર્સ પાવરના આધારે વીજળી મળશે. જયારે 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણમાં 75 ટકાનો ઘટાડો કરવાની જાહેરત કરાઈ છે. જેના કારણે રૂા5 પ્રતિ હોર્સ પાવરની કિંમતે ખેડૂતોને વીજળી મળશે.

Most Popular

To Top