National

કિન્નૌરની ઋષિ ડોગરી ખીણમાં વાદળ ફાટ્યું, પૂરે તબાહી મચાવી, સેનાએ ડ્રોનથી મદદ પહોંચાડી

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં 13 ઓગસ્ટની મોડી રાત્રે ભયાનક પૂરે તબાહી મચાવી દીધી હતી. આ પૂર હોજિસ લુંગપા નાલામાં આવ્યું હતું. જે ઋષિ ડોગરી ખીણમાં વાદળ ફાટવાથી આવ્યું હતું. આ ઘટનામાં 4 લોકો ફસાયા હતા, એક ઘાયલ થયો હતો. CPWD કેમ્પ ધોવાઈ ગયો હતો. પરંતુ તાત્કાલિક રાહત કાર્ય દ્વારા આ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.

ગઈ તા. 13 ઓગસ્ટ 2025ની રાત્રે, ઋષિ ડોગરી ખીણમાં અચાનક વાદળ ફાટવાથી ભારે વરસાદ પડ્યો. આ પાણી હોજીસ લુંગપા નાળામાંથી વહેતું થયું અને સતલજ નદીમાં પહોંચ્યું. તેણે પૂરનું સ્વરૂપ લીધું. રસ્તાના બાંધકામ માટેનો સીપીડબલ્યુડી કેમ્પ પણ ધોવાઈ ગયો. આ વિસ્તાર ઉંચો અને ખતરનાક હતો, જ્યાં રાત્રિના અંધકાર અને તીવ્ર પ્રવાહને કારણે રાહત કાર્ય મુશ્કેલ બની રહ્યું હતું.

આ દુર્ઘટના પછી તરત જ આ સૈનિકોએ અંધકાર, ઝડપી વહેતા પાણી અને ખતરનાક પર્વતીય પ્રદેશ પાર કરીને ફસાયેલા લોકો સુધી પહોંચ્યા અને મદદ કરી.

લોજિસ્ટિક્સ ડ્રોન હાઇ એલ્ટિટ્યુડ (LDHA) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડ્રોન ઊંચી ઊંચાઈ પર ઉડાન ભરીને ફસાયેલા લોકો સુધી ખોરાક, પાણી અને આવશ્યક વસ્તુઓ પહોંચાડતો હતો. ડ્રોનની મદદથી આ લોકોને આખી રાત ખોરાક અને પાણી આપવામાં આવ્યું જેથી તેઓ જીવતા રહી શકે. ઘાયલ વ્યક્તિને ઝડપથી બહાર કાઢવામાં આવ્યો અને રેકોંગ પીઓ સ્થિત પ્રાદેશિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top