વડોદરા: દેશ વિદેશના અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત ઘણી વખત આપણે જોયું છે કે ભારતીય સંસ્કૃતિની છબીના દર્શન વિદેશની ભૂમિ પર થતા હોય છે ત્યારે ઘણી વખત એમ પણ બને છે કે વિદેશના સંસ્કાર અને સંસ્કૃતિ આપણી ભૂમિ ઉપર જોવા મળે છે આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રકારના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે એક દેશ બીજા દેશની સંસ્કૃતિને જાણવા અને ઓળખવા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે અને આવા જ એક કાર્યક્રમનું આયોજન યુરોપના ફ્રાન્સમાં કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન દેશની પણ ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓને અને સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા સ્પર્ધકો ફ્રાન્સ પહોંચ્યા હતા અને તેમના જ એક ગ્રુપ વડોદરાથી ગુજરાતી સંસ્કૃતિને લઈને યુરોપની ભૂમિ પર પર્ફોમન્સ આપવા પહોંચ્યા હતા ત્યારે તેમના એક એટલે હિરલ જોશી વડોદરાની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે સંગીતના શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા હિરલ જોશી પોતે પર્સનલી પણ પોતાની એક મ્યુઝિક એકેડેમી ચલાવે છે ત્યારે યુરોપના આ પ્રવાસ દરમિયાન તેમણે આપણી આંગણવાડી અને નર્સરી સ્કૂલ સમાનની યુરોપની શાળામાં ભારતીય સંસ્કૃતિના બાળગીતો ગબડાવી ત્યાંના બાળ વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો.
કદાચ પશ્ચિમી સંસ્કૃતિ થી પ્રભાવિત થઈને ભારતમાં જીવન જીવનારા અને પશ્ચિમી શિક્ષણથી પ્રભાવિત થઈને આપણી શિક્ષણ પ્રવૃત્તિઓની શૈલી બદલનારા દરેક શિક્ષણ વિવિધ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ ભારતીય સંસ્કૃતિની અગત્યતા આનંદ અને સરળતાથી બાળ શિક્ષણ વિકાસ કરવા માટેની પ્રવૃત્તિ કેટલી સાર્થક હોઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ વીડિયોમાં જુઓ કે એક મૂળ ભારતીય ગુજરાતી સંગીતની શિક્ષિકા કેવી સુંદર રમુજ અને વ્હાલ ભરી શૈલી સાથે આવા લાગણીસભર બાળગીતો થી યુરોપિયન બાળકોને આનંદ કરાવતા નજરે પડી રહ્યા છે.
ફ્રાન્સમાં હેગ્નાઉ શહેરમાં 13 દેશોનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય લોક ઉત્સવ ફ્રાન્સમાં હેગ્નાઉમાં 13 દેશો ત્યાં પ્રદર્શન કરવા આવ્યા હતા. જેમ કે મેક્સિકો, બ્રાઝિલ, પોલેન્ડ, રશિયા, ઇટાલી, થાઇલેન્ડ, કેન્યા, રોમાનિયા વગેરે…. અમે ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા. ભારતમાં સંગીત શિક્ષક તરીકે કામ કરું છું તેથી તેઓએ મને અમુક વર્કશોપ લેવા વિનંતી કરી. સાર્વજનિક શાળામાં 7 થી 8 વર્ષના બાળકોને અમારું પ્રાદેશિક ગીત શીખવવા માટે તેઓએ અમારા બાળકોના ગીતની ખરેખર પ્રશંસા કરી. વિદેશી મુળના બાળકો અને શિક્ષકોએ પણ આપણી બાળ ગીતો શિખવવાની પ્રશંસા કરી હતો. અમારા પ્રવાસ દરમિયાન અમે 7 દિવસમાં અલગ અલગ સ્થળો પર ગુજરાતી લોક નૃત્યો અમે ગૌફ નૃત્ય, ટીપ્પણી નૃત્ય, બેડા નૃત્ય, ડાકલા, રાજસ્થાની લોકનૃત્ય કાલબેલિયા અને ઘુમર રજૂ કર્યા.