નાગપુરઃ દેશના દરેક રાજ્યમાં અને દરેક શહેરમાં ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) તેમજ ચાર રસ્તા પર તમે કેટલાક લોકોને ભીખ (begging) માંગતા જોયા હશે. આ દ્રશ્યો તમને તમારા જ શહેર-ગામમાં જોવા મળશે. પરંતુ હવે મહારાષ્ટ્રના (Maharashtra) એક શહેરમાં તમને એક પણ ભિક્ષુક જોવા મળશે નહીં. કારણે શહેરને ભિક્ષુક મુક્ત બનાવવા ધારા 144 લાગુ કરવામાં આવી છે. અને છતાં પણ કોઈ વ્યક્તિ ભીખ માંગતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં ભિક્ષુકો માટે કલમ 144 લાગુ
મહારાષ્ટ્રની ઉપ રાજધાની કહેવાતા નાગપુર (Nagpur) શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નાગપુર પ્રશાસને સમગ્ર શહેરમાં ભિક્ષુકો પર કલમ 144 લાગુ કરી છે. આ સાથે જ આ આદેશનો અમલ થતાં જ લગભગ 150 ભિક્ષુકોને તેમના સંબંધિત ગામોમાં મોકલી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્રે કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ ભીખ માંગતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે G-20 ની બેઠક 20 અને 21 માર્ચે નાગપુર શહેરમાં પ્રસ્તાવિત છે. જે અંતર્ગત નાગપુર પોલીસે ચાર રસ્તા પર ભીખ માંગીને વાહનચાલકોને પરેશાન કરનારાઓ સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.
આ આદેશ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે
નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ક્રિમિનલ પીનલ કોડની કલમ 144 હેઠળ જમાબંધી એટલે એકત્રિત થવાથી રોકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. પોલીસ દ્વારા આ આદેશ જાહેર થતાં જ નાગપુરથી 150 ભિક્ષુકોનું એક ગ્રુપ તેમના વતન જિલ્લા અથવા મૂળ ગામ જવા રવાના થયું છે, જેમાં 30 બાળકો, 40 મહિલાઓ અને 80 પુરુષોનો સમાવેશ થાય છે.
મોટાભાગના ભિક્ષુકો નાગપુર બહારના છે
તમને જણાવી દઈએ કે નાગપુરના મુખ્ય ચોક પર ભિક્ષુકો જોવા મળે છે, કેટલાક સીધા પૈસા માંગે છે અને કેટલાક રમકડાં અથવા અન્ય વસ્તુઓ વેચવાની આડમાં ભીખ માંગે છે. એક પણ ચાર રસ્તા એવો નથી જ્યાં તમને આ લોકો ન દેખાય. નાગપુરમાં ભીખ માંગવીની સમસ્યા દિવસને દિવસે વધતી જઈ રહી છે. મોટાભાગના ભિક્ષુકો નાગપુર બહારના છે. તેઓએ ચોક, ફૂટપાથ અને મેદાનો કબજે કર્યા છે. પોલીસે ભિક્ષુકો સામે ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ સૂચના દ્વારા ભીખ માંગવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.