Charchapatra

સુરતને સ્માર્ટ સીટી બનાવવા નાગરિકો સ્માર્ટ બનો

સુરતને સ્માર્ટ સીટીમાં ફર્સ્ટ નંબર લાવવા આપણું તંત્ર અને ખાસ કરીને એસએમસી ખૂબ જ તનતોડ મહેનત કરે છે અને ખરેખર છેલ્લાં પાંચ વર્ષમાં સુરતને કોઇ બહારથી આવ્યા હોય તો જોઇને સુરતની પ્રશંસા કરે છે એ આપણા માટે ગૌરવની વાત છે.પણ એકલું તંત્ર નહીં આપણે પણ સાથે મળીને સુરત પહેલા ક્રમે આવે એની હોડમાં ઊતરવું જોઇએ. સરસ બ્યુટીફીકેશન રોડ રસ્તાના ડીવાઇડર પણ સરસ કલાકૃતિ કરીને એને એક અવ્વલ નંબરની દોડમાં આપણે સૌ એક સુરતના રંગમાં રંગાઇ જવું જોઇએ. હમણાં હોળી અને રંગનો તહેવાર ગયો. એમાં આપણી એક ખામી હતી. ચાર રસ્તા પર સોસાયટીના મેઇન રોડ પર હોળીનું દહન કરી નાખ્યું. કેટલાય લોકોએ રસ્તા ખોદીને અને જયાં અવરજવર હોય એવા રસ્તા પર આ શોભા નથી આપતું. આમાં કોઇ વખત આંધળા બહેરું કુટાશે અને રસ્તાને બગાડીને ત્યાં હોળી સળગાવવી એ એક સારી વાત નથી. આ મારી વાત પર ધ્યાન કેન્દ્રિત કરીને રીકવેસ્ટ છે. બીજી વખત આ ભૂલ ન કરો. સ્માર્ટ સીટી અભિયાનમાં જોડાઈને અવ્વલ નંબર પર સુરતને અપાવીને ઉજવણી કરીએ. બે નંબર પરથી એક નંબર પર સુરતને લાવીને સુરતની આન-બાન-શાનને વધાવીએ.
સુરત              – તૃષાર શાહ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top