ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો સહારો લેનાર એક યુવકને મોત મળ્યું છે. ચીનમાં આ ઘટના બની છે. અહીં એક યુવાન સખ્ત ગરમીથી પરેશાન થઈ ગયો હોય કોકાકોલાની દોઢ લિટરની બોટલો માત્ર 10 જ મિનીટમાં ગટગટાવી ગયો હતો. (china young man died due to coca cola ) કોક પીધા બાદ તેને બેચેની થઈ અને ગણતરીની કલાકોમાં તેના પ્રાણપંખેરૂ ઊડી ગયા હતા.
- કોકાકોલા પીધા બાદ પેટમાં સખ્ત દુ:ખાવો થતાં યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો
- તબીબોએ ભારે મહેનત કરી છતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
- ડોક્ટરોના મતે કોકાકોલાની આટલી મોટી બોટલ એકસાથે પી જવાના લીધે મોત થયું
- પેટમાં વાયુ થવાના લીધે લિવરમાં ઓક્સિજનની ઘટ સર્જાઈ હતી જેના લીધે મૃત્યુ થયું
ડોકટરોએ દાવો કર્યો હતો કે આ બાવીસ વર્ષીય યુવાન સખત ગરમીમાંથી રાહત મેળવવા માટે કોકા કોલાની દોઢ લિટરની આખી બોટલ દસ મિનિટમાં પુરી કરી ગયો હતો. તેના કેટલાક કલાક પછી સખત દુ:ખાવા સાથે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઇ ગયું હતું. ડોકટરોએ જણાવ્યું હતું કે આ રીતે કોકા કોલાની આટલી મોટી બોટલ એકી સાથે પી જવાને કારણે આ યુવાનના પેટના વિવિધ ભાગોમાં સખત રીતે વાયુ પેદા થઇ ગયો હતો અને આ વાયુ બાદમાં તેના શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઇ ગયો હતો.
આ રીતે વાયુ ભરાઇ જવાને કારણે તેના લિવરમાં ઓક્સિજનની ઘટ સર્જાઇ ગઇ હતી અને છેવટે તેનું મૃત્યુ થયું હતું એમ ડોકટરોએ જણાવ્યું હતું. આ યુવાનનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તે બૈજિંગની ચાઓયાંગ હોસ્પિટલમાં લગભગ છ કલાક સુધી હોસ્પિટલમાં રહ્યો હતો. યુવકની એકાએક મોતના લીધે તેના પરિવારજનો શોકમાંં સરી પડ્યા હતા. કલાકો સુધી તો કોઈને સમજાયું જ નહોતું કે યુવાનનું મૃત્યુ કયા કારણોસર થયું છે.
આ તરફ યુકેના એક નિષ્ણાતે ચીની ડોકટરોના દાવા સામે શંકા વ્યક્ત કરી. યુકેના નિષ્ણાતોના મતે વાયુવાળુ પીણું આરોગ્ય સામે કોઇ જોખમ ઉભું કરતું નથી. લંડનના એક નિષ્ણાતે જણાવ્યું છે કે આ રીતે દોઢ લીટરની કોલાની બોટલ પી જવાથી મૃત્યુ નિપજી શકે તેવી શક્યતા ઘણી જ ઓછી છે અને વિવિધ સંભવિત કારણોની તપાસ થવી જોઇએ.