ગુજરાત: ચીનમાં (China) ફેલાઇ રહેલી રહસ્યમયી બિમારીને કારણે સમગ્ર વિશ્વ પર ફરી એકવાર વાયરસનો (virus) ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે અગાઉ ભારતમાં (India) છ રાજ્યોમાં એલર્ટ જોહેર કરવામાં આવ્યું હતું. જો કે હવે આ ચીની બિમારીને પગલે ગુજરાતમાં (Gujarat) આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. જ્યારે એક તરફ ચીની વાયરસને કારણે ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. તો બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશવા રાજ્યોને સતર્ક રહેવા મહત્વની સૂચના આપી છે.
મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગની સૂચનાને આધારે રાજ્યમાં 19 ડિસેમ્બર સધી મોકડ્રીલનં આયોજન કરવામાં આવશે. તેમજ એ સાથે કટોકટી સમયે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ઓક્સિજન, બેડ દવાઓની પણ અગાઉથી જ હોસ્પિટલમાં ચકાસણી કરવામાં આવશે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં તમામ સુવિધા ઉપલબ્ધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલ આરોગ્ય સંભાળ માળખાને ચીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે મજબૂત કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે સરકારી અધિકારીઓને તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું છે.
ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે હવે અમદાવાદ સિવિલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડનો નવો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જો કે મોટાભાગે બાળકોમાં ફેલતી આ બિમારી ન્યુમોનિયાનો જ એક પ્રકાર છે. જેને પગલે જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે.