Dakshin Gujarat

ચીખલી: ‘આદિવાસી ભાઇઓ સાંજે મોજમાં હોય’ PM મોદીનું સંબોધન સોશિયલ મીડિયામાં છવાયું

ઘેજ: (Dhej) ચીખલીના ખુડવેલમાં કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) સ્થાનિક વિસ્તારમાં સોશિયલ મીડીયામાં (Social Media) છવાઇ ગયા છે. ઘણા લાંબા સમયે ચીખલી આવ્યો છું. તે અને અમારા આદિવાસી (Tribal) ભાઇઓ તો સાંજે મોજમાં હોય એવા ભાષણ પરથી સ્થાનિક યુવાનો દ્વારા ગામઠી ભાષામાં બનાવાયેલો વિડીયો (Video) સોશિયલ મીડીયામાં ધૂમ મચાવી રહ્યા છે.

  • ‘અમારા આદિવાસી ભાઇઓ સાંજે મોજમાં હોય’ મોદીના ભાષણ પરથી બનાવેલો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ
  • ચીખલીના ખુડવેલમાં કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સ્થાનિક વિસ્તારમાં સોશિયલ મીડીયામાં છવાઇ ગયા
  • ‘બોની હસતો, ને તો જાણી જશે, સંતાડી દે, પછી કહેશે કે દિવસના પણ મોજમાં જ રહે’ – બે યુવાનોનો વિડીયો સોશિયલ મીડીયામાં ચર્ચાસ્પદ બન્યો

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ખુડવેલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે ‘આજે જ્યારે ઘણા લાંબા સમયે ચીખલી આયો છું તો સ્વાભાવિક છે અહીંની યાદો તાજી થાય, કેટલા બધા વર્ષોનો તમારો – મારો નાતો છે. તે વિડીયો ખાસ કરીને યુવાનોમાં ભારે આકર્ષી જતા કાર્યક્રમ બાદ સોશિયલ મીડીયામાં આ વીડીયો ધૂમ મચાવી રહ્યો છે. આ ઉપરાંત પરંપરાગત આદિવાસી સંગીત-નૃત્ય સાથે વડાપ્રધાનના આગમનના વિડીયોની પણ સોશિયલ મીડીયામાં બોલબાલા છે.

આ ઉપરાંત વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે અમારી આદિવાસી બહેનો મહેનત કરતી હોય અને અમારા આદિવાસી ભાઇ તો સાંજે મોજમાં હોય. આ વક્તવ્યના વિડીયોના અનુસંધાને સ્થાનિક જણાતા બે યુવાનોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો છે. તેમાં બે પૈકી એક યુવાન હાથમાંની પોટલી બીજાને સંતાડવા કહે છે. અને કહે છે કે ‘બોની હસતો, ને તો જાણી જશે, સંતાડી દે, તે જાણી જશે પછી કહેશે કે દિવસના પણ મોજમાં જ રહે’. આમ કહી બન્ને યુવાનો હસતા નજરે પડે છે. આ વિડીયો પણ સોશિયલ મીડીયામાં ચર્ચાસ્પદ બન્યો છે.

Most Popular

To Top