ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના ચિતાલી ગામે ઘના-રૂપા થાનકે ખોદકામ દરમ્યાન પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિકકાઓ (Coins) મળી આવ્યાં હતાં. ચિતાલી ગામે ઘોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાનું મુખ્ય સ્થાન આવેલ છે. ધોડીયા સમુદાયના લોકો ધના અને રૂપા નામના વ્યકિતઓને પોતાના પૂર્વજો માને છે. મૃતકની અંતિમ વિધિ વખતે ધનાખત્રી અને રૂપાખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જે અન્ય અવસાન પામેલા સ્વજનોની છાક પડાય છે. આ પૂર્વજોનું મુખ્ય થાનક નવસારી જિલ્લાના (Navsari District) ચિતાલીમાં આવેલ છે. આ ધના-રૂપા થાનકે પેઢીઓથી ધોડિયા સમાજના પરિવારો દ્વારા મૃતક સ્વજનોના ખતરાં બેસાડવાની પરંપરા હતી. પરજણ એટલે કે ઉજવણાના મહિના દરમ્યાન ચિતાલી ગામે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
- ચીખલીના ચિતાલી ગામમાં ખોદકામ દરમિયાન જૂના ચલણી સિક્કા મળી આવ્યા
- ધના અને રૂપાને ઘોડિયા સમાજ પૂર્વજો માને છે અને તેમના થાનક પાસેથી સિક્કા મળ્યાં
આ ધના-રૂપાના સ્થાનકના વિકાસનું કામ હાથ ધરાતા આજે ખોદકામ હાથ ધરાતા અને વર્ષો જૂના પીપળાના વૃક્ષ તળે ખોદકામ કરાતા મોટી સંખ્યામાં કાળક્રમે દટાયેલાં પથ્થરના ખતરાં અને જૂના ચલણી સિકકાઓ મળી આવતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ હતું. અને વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં ત્યાં ધસી આવ્યા હતા.
૧૮૯૧, ૧૮૮૫, ૧૯૦૧, ૧૯૨૦, ૧૯૮૦, ૧૯૦૫ ના વર્ષના ચલણી સિકકાઓ મળી આવ્યા હતા જેમાં પાંચ અને દસ પૈસાના સિકકાઓનો પણ સમાવેશ થાય છે. આ થાનકના વિકાસ માટે રાજય સરકાર દ્વારા પણ અનુદાન ફાળવવામાં આવેલ છે. અને ધના-રૂપા ડેવલપમેન્ટ કોમો દ્વારા આવનારા સમયમાં શ્રધ્ધાળુઓ રાત્રિ રોકાણ કરી શકે તે માટે અને પુસ્તકાલય બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ચીખલીના ફડવેલની કુમાર છાત્રાલયમાં આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ
ઘેજ: ફડવેલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત કુમાર છાત્રાલયના બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સર ફ્રાન્સના રહેવાસી લીયા તરફથી ૫૧,૦૦૦/- હજાર રૂપિયાનો આરઓ પ્લાન્ટ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા મકાનના બાંધકામ માટે પણ આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફ્રાન્સ રહેવાસી એમના સાથી અંકિતાબેન રમેશભાઇનું યોગદાન રહ્યું હતું.
ઉપરોકત આરઓ પ્લાન્ટના વિધિવત ઉદ્ઘાટન પ્રસંગે સોનલબેન દેસાઇ, ડો. રાજ દેસાઇ, સરપંચે હરિશભાઇ મંડળના સભ્યો અમ્રતભાઇ પટેલ, નટુભાઇ આહિર પેરિસના રહેવાસી રમેશભાઇ રીનાબેન સહિતની ઉપસ્થિતિમાં ફડવેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ આનંદભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ફ્રાન્સના રહેવાસી લીયા તથા અંકિતાબેનનો પરિચય આપી આર્થિક યોગદાન આપવા માટે આભારની લાગણી વ્યકત કરી આ બન્ને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શૌકતભાઇએ તો આભારિવિધ આચાર્ય ભરતભાઇ પટેલે કરી હતી.