Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માણસની જેમ હાઈવે પર ઢાબા પર ચા પીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શનિવારે સવારે અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોનું નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રી આજે સવારે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજ કુમાર તથા માર્ગ મકાન સેક્રેટરી સદિપ વસાવા સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતાં.

મુખ્યમંત્રી પટેલ, મુખ્ય સચિવ પંકજકુમાર અને માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું જાત નિરીક્ષણ કરીને સ્થળ પર માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામો ની પણ મુલાકાત લીધી હતી.

ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતાં અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અચાનક લીમડી બગોદરા હાઈવે પર સીકસ લેનની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. હાઈવે પર આવતા એક ઢાબા પર સીએમ પટેલે ચા પીધી હતી. તેમની સાથે રાજયના ચીફ સેક્રેટરી પંકજ કુમાર, માર્ગ મકાન સેક્રેટરી સંદિપ વસાવા તથા અમદાવાદ ગ્રામ્યના એસપી વીરેન્દ્ર યાદવ પણ ચા પીવા રોકાયા હતા. ચા પીતી વખતે સ્થાનિક લોકો સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા દોડી આવ્યા હતા. એટલું જ નહીં મુખ્યપ્રધાનની સાથે સેલ્ફી પણ લીધી હતી. એક તબક્કે ચાના બિલના નાણા 300 થતાં હતા ત્યારે સીએમ પટેલે 500 ચૂકવ્યા હતા.

Most Popular

To Top