National

છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન પૂર્ણ થયું, બંને રાજ્યોમાં આશરે 70% ઉપર થયું વોટિંગ

નવી દિલ્હી: છત્તીસગઢ (Chhattisgarh) વિધાનસભા ચૂંટણીના (Vidhansabha Election) પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી છત્તીસગઢમાં 70.87 ટકા મતદાન થયું હતું. તેમજ મિઝોરમમાં (Mizoram) પણ 40 સીટોં પર મતદાન (Election) પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સાંજે 5 વાગ્યા સુધી 77.04% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં, સાંજે 5 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન ખૈરાગઢ છુઇખાદાન ગાંડાઈ જિલ્લામાં થયું હતું, જ્યાં 76.31% લોકોએ મતદાન કર્યું હતું. સૌથી ઓછું મતદાન બીજાપુર જિલ્લામાં થયું હતું. અહીં 40.98% મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી અનુસાર, જો જિલ્લાવાર મતદાનની ટકાવારી પર નજર કરીએ તો, બપોરે 3 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં થયું હતું, અહીં 73 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. આ સિવાય બીજાપુર જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધી સૌથી ઓછું મતદાન થયું હતું. અહીં માત્ર 30 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

છત્તીસગઢમાં મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટા વિધાનસભા મતવિસ્તારમાં સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું હતું. બીજાપુર જિલ્લાના ભૈરમગઢ બ્લોકના એક સંવેદનશીલ ગામ ચિહકા મતદાન મથક પર મતદાન કરવા આવેલા ગ્રામજનોને મતદાન કર્યા પછી તેમની આંગળીઓ પર અદમ્ય શાહી લગાવવામાં આવી રહી નથી. આ મામલો અબુઝહમદને અડીને આવેલા ભૈરમગઢ બ્લોકના ચિહકા ગામનો છે. અહીં ગામલોકો નક્સલવાદીઓના ડરથી આવું કરી રહ્યા છે, જોકે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ કેમેરા પર કંઈપણ કહેવા તૈયાર નથી.

બીજી તરફ મિઝોરમના 11 જિલ્લામાં સૌથી વધુ મતદાનની ટકાવારી લોંગતાલાઈમાં નોંધાઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે 11 વાગ્યા સુધી લોંગતલાઈમાં 39.88 ટકા, ખાખજોલમાં 36.98 ટકા અને સેરચિપમાં 36.86 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના ડેટા અનુસાર, પ્રથમ ચાર કલાકમાં સૌથી ઓછું 26.15 ટકા મતદાન સૈતુલમાં, 29.62 ટકા આઈઝોલમાં અને 30.55 ટકા લુંગલેઈમાં નોંધાયું હતું.

મિઝોરમમાં સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), મુખ્ય વિપક્ષ ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 23 સીટો પર ચૂંટણી લડી રહી છે અને આમ આદમી પાર્ટી (AAP) એ ચાર વિધાનસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સિવાય 27 અપક્ષ ઉમેદવારો છે.

Most Popular

To Top