વડોદરા/પાદરા: વડોદરામા ચૂંટણીનો ભારે ધમધમાંટ જોવા મળ્યો છે ઉમેદવારો પ્રચાર મા મસ્ત છે સરકારી તંત્ર ચૂંટણીની તૈયારી મા વ્યસ્ત છે. વધારે મતદાન થાય, મતદારોમા જાગૃતિ આવે, બોગસ મતદાન ન થાય તેની કાળજી સહિત અનેક કામગીરી માટે સરકારી વિભાગોમા ભારે ઘમઘમાંટ જોવા મળ્યો છે 2022 ના મતદાન વ્યવસ્થા મા કોઈ ચૂક ન થાય તે માટે વડોદરા કલેકટર અને ચૂંટણી અધિકારીઓ બાજ નજર રાખી ને તકેદારી રાખવા આદેશો આપી રહા છે. આ ચૂંટણી પર આટલી બધી બાજ નજર હોવા છતાં મતદારો ના ઘેર કોરોના મા મૃત્યુ પામેલ અને છેલ્લા પાંચ વર્ષમા કુદરતી મૃત્યુ પામેલ સ્વજનોની મતદાન સ્લીપ ઘેર ઘેર પહોંચતા ઘરવાળા પણ ચોકી ઉઠ્યા છે.
હવે મૃત્યુ પામેલા મતદાર ની સ્લીપ તો ઘરે ઘર પહોંચી ગઇ છે. પરંતુ આમા નિષ્કાળજી કોની? કે પછી આ આયોજનપૂર્વક નું કારસ્તાન કે પછી બુથ લેવલ ઓફિસર ની ભૂલ છે તે તપાસ નો વિષય છે આ મામલે મરનારના સ્વજનો તો એમ કહે છે કે અમે તો સ્લીપ ભરીને BLO ને આપી હતી તો પછી મરનાર ના નામની સ્લીપ આવી કેવી રીતે? આ ખૂબજ ગંભીર વિષય એટલા માટે છે કે જો આવુ થયું જ હોય તો પછી બોગસ મતદાન, ઓછું મતદાન થવું, મતદાનના આકડા ખોટા જાહેર થવા સહિત ની બાબતો પર આ મરણ જનાર ની સ્લીપો અસર કરે તો નવાઈ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમા મૃત્યુ મૃત્યુ પામેલ મતદાર ના પરિવાર ને ગુજરાત સરકારે રૂપિયા 50 હજાર ની સહાય જાહેર કરાતા શહેર જિલ્લા મા કોરાનામા મૃત્યુ પામનાર ની એક યાદી બનાવાઈ હતી. જયારે કેટલાક સ્વજનોએ કરોના અંગે ના પૂરાવા રજૂ કરી યાદી મા નામ સામેલ કરેલ આમ સરકારી તંત્ર પાસે મરણ ના ડેટા હોવા છતાં અને કુદરતી મોત ને ભેટનારા મતદારો ની સ્લીપ આવી કેવી રીતે તેવો સવાલ ખુદ મતદારો પૂછી રહા છે. હવે ચૂંટણી વિભાગે મરણ જનારની જે સ્લીપો નીકળી ગઇ છે તેની પર બાજ નજર રાખવાની નોબત ઉભી થઇ છે.
ચૂંટણી વિભાગ પાસે આ ડેટા સુધારા માટે આવ્યા તો આ બાબત પર કેમ નજર ન પડી કે પછી સુધારા કેમ ન થયા. હવે તપાસ ના કારણે ખર્ચો પણ વઘી જાય જો પહેલા થી જ આ બાબતો ઘ્યાને લેવાઈ હોત તો ખર્ચો બચી જાત. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં જ કુદરતી કે કોઈ કારણોસર મતદાર નું અવસાન. સરકારી, ખાનગી, કે ઘેર અવસાન થયું હોય તેનો ડેટા સરકારી તંત્ર પાસે અવશ્ય હોય છે. તો પછી મરનાર ના નામે મતદાર સ્લીપ કેવી રીતે નીકળી તે તપાસ નો વિષય છે.