જો તમે યુટયુબના વીડિયો દ્વારા રૂપિયા કમાવ છો તો પી.વી. નરસિમ્હારાવને થેંકયુ કહેજો. જો તમારા દીકરા-સગા આઈ.પી.એલ.ની મેચોમાં તેરમા-ચૌદમા ખેલાડી તરીકે પણ પસંદ પામીને લાખો રૂપિયા કમાય છે તો પી.વી. નરસિમ્હા રાવને થેંક્યુ કહેજો. હા, ભારતમાં ફિલ્મ ઉદ્યોગ કરોડોની કમાણી કરતો થયો, ક્રિકેટ મેચના હજાર કરોડના સોદા થવા લાગ્યા, વેફરથી માંડીને પાણીના પાઉચ વેચીને લોકો કરોડો કમાતા થયાં.
પાર્કિંગથી માંડીને એકસપ્રેસ વેમાં ટોલટેક્ષની કમાણી થઇ. ખાનગી હોસ્પિટલ, ખાનગી મેડીકલ કોલેજોથી માંડીને ખાનગી પ્રાથમિક શાળાઓમાં કરોડો કમાનાર સૌએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગિય શ્રી પી.વી. નરસિન્હારાવને ઓછામાં ઓછું એક વાર તો થેંકયુ કહેવું જ જોઈએ! કારણ કે જુલાઈ 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિને કારણે આજે આ બધું શકય બન્યું છે! ઇવન વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે ઝડપથી ખાનગીકરણ અને ઉદારીકરણના લાભ લઇ રહ્યા છે તે પણ જાણે જ છે કે આનો પાયો નીતિ પરિવર્તન દ્વારા વડા પ્રધાન શ્રી. પી.વી. નરસિમ્હાએ જ નાખ્યો હતો અને માટે જ ભારત સરકારે તેમને ‘ભારતરત્ન’ જાહેર કરીને એક રીતે થેંકયુ જ કહ્યું છે!
નેતા બદલવાથી દેશ નથી બદલાતો નીતિ બદલવાથી બદલાય છે. આ વાત સાચી પડી જુલાઈ 1991માં ભલે વિદેશી દબાણ હેઠળ, ભલે તંત્ર આર્થિક સ્થિતિની મજબૂરીમાં પણ આઝાદી સમયથી ચાલી આવતા સમાજવાદ તરફ ઢળેલા અર્થતંત્રમાં ઉદારવાદી આર્થિક નીતિનું બ્યુગલ ફૂંકાયું. સરકારે ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ સ્વીકાર્યું! હાલ સત્તામાં છે તે ભાજપ તે સમયે આ ખાનગીકરણના પ્રચંડ વિરોધમાં હતો. કુદરતની વક્રતા જુઓ, મૂડીવાદ અને બજારવાદનો વિરોધ કરવા જેનો જન્મ થયો છે તે ડાબેરી આર્થિક વિચારધારાનાં ભારતીય સમર્થકો ‘ડાબેરીઓ’ સત્તાપક્ષ એટલે કે કોંગ્રેસના સમર્થનમાં હતા. આ જ ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિએ ભારતમાં ડાબેરી વિચારધારાને જ મોટું નુકસાન પહોંચાડયું!
ખરે! આપણે વાત કરવી છે ભારતના બદલાયેલા આર્થિક, સામાજિક વાતાવરણની. આજે જે ભૌતિક ચકાચૌંધ દેખાય છે તેના પાયામાં 1991માં બદલાયેલી આર્થિક નીતિ છે. નીતિ બદલાવાથી કેવો ફેર પડે તેનું એક સરળ ઉદાહરણ શિક્ષણ ક્ષેત્રમાં છે. 2020 થી સરકારે નવી શિક્ષણનીતિનો અમલ કર્યો છે. આજે પાંચ વર્ષ પછી પણ તમે સમાજમાં જઇને પૂછો કે શું બદલાયેલું લાગે છે? તો વિદ્યાર્થીઓ અને વાલીઓ કહેશે બધું એમનું એમ છે! પણ તમે 1991ના ખાનગીકરણ પછી 1992માં શિક્ષણનીતિમાં એક નાનો ફેરફાર થયો કે હવે ‘ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકાશે! અને ગામે ગામ બિલાડીના ટોપની જેમ ખાનગી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલો ખુલી ગઇ. જથ્થાબંધ એન્જિનિયરીંગ કોલેજો, બી.એડ. કોલેજો, મેડીકલ કોલેજો. ખાનગી યુનિવર્સિટીઓ આ બધું જ પેલી એક લીટીની નીતિ બદલાવાથી થયું છે!
જુલાઈ મહિનામાં આ વાત યાદ કરવાનું કારણ એટલું જ કે આ નીતિ પરિવર્તન અને તેને કારણે આધુનિક ભારતમાં જે બધું બદલાયેલું લાગે છે. તેના માટે કોંગ્રેસ જવાબદાર છે ના ભાજપ, ન મોદી સાહેબ જવાબદાર છે, ન ડૉ. મનમોહનસિંઘ! હા, સ્વ. ડૉ. મનમોહનસિંહ તે વખતના નાણાંમંત્રી હતા અને એ રીતે આ ખાનગીકરણ વૈશ્વિકીકરણ માટે તે નાણામંત્રી તરીકે જવાબદાર ખરા!
ભારતમાં રાજીવ ગાંધીની હત્યા પછી પ્રથમ વખત નહેરુ પરિવાર ગાંધી પરિવાર સિવાયના શ્રી પી.વી. નરસિમ્હારાવ વડા પ્રધાન બન્યા. શ્રીમતી સોનિયા ગાંધી સક્રિય રાજનીતિથી દૂર થયાં. આ સમયે લઘુમતી સરકારના વડા પ્રધાન બન્યા શ્રી પી. વી. નરસિમ્હારાવ સમય સંજોગો મુજબ સુજબુજ સાથે એશ્રી એલ. કે. અડવાણીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીએ પણ આ બિનગાંધી પરિવારના નેતૃત્વને આડકતરો સપોર્ટ કર્યો.
ભારતીય રાજનીતિના જાણકારો એ વાતે સંમત થશે કે ભારતમાં નહેરુ કુટુંબમાંથી કે તેમના સમર્થનથી વડા પ્રધાન હોત તો નહેરુના સ્વપ્ન જેવી ‘સમાજવાદી સમાજરચના’ માટેની આર્થિક નીતિ છોડી શકયા ન હોત! આવું જ ભાજપ માટે પણ સત્ય છે. જો 1991માં જ ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યો હોત અને કલ્પના કરો કે ખાનગીકરણ-ઉદારીકરણ લાગુ થયા પહેલાં શ્રી નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન થયા હોત તો તેઓ પણ દેશમાં આર્થિક ઉદારીકરણ લાવી શકયા ન હોત! સંઘ પરિવાર હંમેશા ખાનગીકરણ, વિદેશી મૂડીરોકાણની વિરુદ્ધ જ હતું! તો ભારતમાં જે આર્થિક નીતિ બદલાઈ છે તે કોંગ્રેસને કારણે વર્તમાન કોંગ્રેસ કે ભાજપને કારણે નથી બદલાઈ!
ઇનફેકટ આ નીતિના અમલને લીધે જ વર્ષ 2000 પછી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે ખાનગી એન્જીનિયરીંગ કોલેજોથી માંડીને ઉદ્યોગોને જમીન ફાળવણી દ્વારા ખાનગીકરણને વેગ આપી શકયા! વિદેશી મૂડીરોકાણના ‘વાઈબ્રંટ શો’ કરી શકયા! અને તેમની આર્થિક ઉદારવાદની છબી બનાવી શકયા જે તેમને રાષ્ટ્રિય નેતા બનાવવામાં મદદ કરી ગઇ! જેમ વિશ્વના સમાજજીવન, આર્થિક જીવન, સાહિત્ય, કળા, ફિલ્મો પર વિશ્વયુદ્ધ, મહામંદી જેવી ઘટનાઓની વ્યાપક અસર પડી તેવી રીતે ભારતમાં 1991માં અપનાવવામાં આવેલ આર્થિક ઉદારીકરણની ફિલ્મ, કળા, સાહત્ય, શિક્ષણ નીતિ બધે જ અસર પડી. જે બદલનારા હતા શ્રી સ્વ. પી.વી.નવરસમ્હારવે જ સાવ ભૂલાવી દીધા માટે જ આ બધું કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે થયું છે તેમ બોલી શકતી નથી!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે