દાહોદ: દાહોદ શહેરના એમ.જી. રોડ કુકડા ચોક ખાતે બે દિવસ પહેલા સમી સાંજે ભરબજારમાં વ્હોરા સમાજના યુવકની હત્યાના મામલામાં દાહોદ પોલીસની જુદી જુદી પાંચ ટીમો દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી નાંખવા તપાસનો ધમધમાટ આરંભ કરતાં આરોપી હત્યારાને ગોધરા તેના મામાને ત્યાંથી ઝડપી પાડી લીધો છે. ત્યારે આ હત્યા વાહન અકસ્માત મામલે નહીં પરંતું યુવકને મોતને ઘાટ ઉતારવા માટે પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત હત્યા કરવા સોંપારી અપાઈ હોવાનું પોલીસ સમક્ષ ઝડપાયેલ આરોપીએ કબુલાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. હાલ મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે ત્યારે આ ગુન્હામાં કુલ ચાર ઈસમોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આરોપીને ઝડપી પાડવા સારૂં દાહોદના જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફુટેજાેનો ચકાસણી હાથ ધરી હતી. પ્રથમ તબક્કે આરોપી મુસ્તુફાએ આકસ્મિક બનાવ બનેલ હોવાનું રટણ કરતો હતો જોકે પોલીસે મુસ્તુફાની ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતાં મુસ્તુફા ભાંગી ગયો હતો અને મુસ્તુફાને પૈસાની જરૂર હોય તેના મિત્ર મોઈન હમીદખાન પઠાણને બે અઠવાડીયા અગાઉ કામ આપવા બાબતે વાત કરી હતી અને મોઈન પઠાણે તેના મિત્ર મોહમંદ ઉર્ફે જુજર ઈસ્માઈલભાઈ લોખંડવાલાએ મરણ જનાર યુનુસભાઈ સાથેની તેની જમીની લેવડ દેવડમાં તેના ઉપર કોર્ટ મેટર દાખલ તેમજ યુનુસ જાેડે ચાલતાં બીજા અન્ય ગુનાઓથી પોતે છુટકારો મેળવવા માંગતો હોય જેથી મોહમંદ લોખંડવાલાની ઓફિસમાં ૧૦ લાખ રૂપીયાની સોપારી મોઈન પઠાણ દ્વારા લેવામાં આવી હતી.
અને મરણ જનાર મુસ્તુફાને મોતને ઘાટ ઉતાર્યાેં હોવાનું આરોપી મુસ્તુફાએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી..આ તકરારમાં યુનુસભાઇ કોણ કોને કેટલું નડ્યું.?એતો બહાર આવશે જ.પરંતુ જમીનો અને મીલ્કતો બાબતમાં વિવાદાસ્પદ કારર્કિંદી ધરાવતાં અને મોતને ઘાટ ઉતારાયેલા યુનુસે કોની સામે કેટલી અરજીઓ અને કોના સોદાઓ કેટલીવાર ફોક કરાવ્યાં છે.? તે દિશામાં પણ ઘનિષ્ઠ તપાસ હાથ ધરાય તો હજુ વધુ ચોંકાવનારી હકીકતો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.તો આ હત્યામાં સોપારી આપનાર ઝૂઝર લોખંડવાલા સહિત અન્ય પરિવારો કે અન્ય જમીનદારો પણ સામેલ છે કે નહીં ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
હત્યાકાંડમાં કોન્ટ્રાક્ટ કીલીંગનો મામલો સામે આવ્યો છે જેમાં કુલ ચાર આરોપીઓના નામ બહાર આવ્યાં છે જેમાં મહોમંદ ઉર્ફે ઝુઝર ઈસ્માઈલભાઈ લોખંડવાલા જેઓ સોપારી આપનારનાઓએ મોઈન હમીદખાન પઠાણ તો સોપારી લેનાર તરીકે મોઈન હમીકખાન પઠાણ અને આ હત્યાના કાવતરામાં રેકી કરી વિગતો આપવામાં કાળુ ઉર્ફે ફહદ રીઈશ રીઝવીના નામો ખુલવા પામ્યાં છે. હત્યાનો બનાવ બન્યો ત્યારે મોઈન અને ફહદ રીઝવી બંન્ને જે વિસ્તારમાં હત્યા બની તે વિસ્તારમાં જ જાેવા મળ્યાં હતાં અને પોલીસે ટેકનીકલ સોર્સના આધારે બંન્નેની હાજરી નોંધી હતી.તો હત્યા કરનાર મુળ મુસ્તુફા શેખ મળી કુલ ચાર આરોપી હાલ પોલીસ ચોંપડે નોંધાંવવા પામ્યાં છે.