Charchapatra

આકાશી પ્રકોપ

પૃથ્વીની ઉત્પત્તિ અને વિનાશ વિશે અનેક વાતો વહે છે. આકાશી પ્રકોપ પ્રલય આણી શકે છે. ધર્મગ્રંથોમાં નૂહ નબીના કાળમાં પ્રલયકારી મહાપૂર આવ્યું ત્યારે તેમના જંગી જહાજમાં સવાર થયેલા બચી ગયા અને નવી દુનિયા સર્જાઇ, તેવી વાતો નોંધાઇ છે. ડાયનેસૌર જેવાં મહાકાય પ્રાણીઓ આ શ્રધ્ધાળુ માને છે કે જગતમાં પાપ અસહ્ય હદે વધી જાય ત્યારે કુદરતી પ્રકોપ ત્રાટકે છે. વર્તમાન અણુશસ્ત્રો અને જૈવિક શસ્ત્રોથી બચીને રહેવાનું છે.

કોવિડ-ઓગણીસ જેવી કોરોના મહામારીઓ પણ ભયંકર પરિણામ લાવી શકે છે. ઉલ્કાપાત આવો જ એક આકાશી પ્રકોપ છે. સદ્‌ભાગ્યે ‘નાસા’ જેવી અમેરિકી સ્પેસ એજન્સી આવી કુદરતી આપત્તિઓથી સમયસર વિશ્વને ચેતવે છે. ઉલ્કાઓ જુદા જુદા નામથી ઓળખાય છે. ઉલ્કા – એ.જે. એકસો ત્રાણુનું જોખમ વર્તમાન કાળમાં છે. લગભગ સાડા ચાર અબજ વર્ષ પૂર્વે સૂર્યમંડળના નિર્માણ દરમિયાન વેરાયેલા રેતકણોનો સમૂહ, આ ઉલ્કા છે, જે સૂર્યમંડળમાં નાની મોટી ભેખડો સમાન સફર કરે છે. નાસા જોઇન્ટ પ્રોપલ્શન લેબોરેટરીના જણાવ્યા અનુસાર જો કોઇ ઉલ્કા પૃથ્વીની સપાટીથી સૂર્ય સપાટી વચ્ચે રહેલા અંતરથી એક પોઇન્ટ ત્રણ ગણી ઓછી એટલે કે ત્રાણું મિલિયન માઇલ ઓછી હોય ત્યારે એને કલાસીફાઇડ કરાય છે.

નાસા અત્યાર સુધી છવ્વીસ હજારથી વધુ ઉલ્કાઓને ટ્રેક કરી ચૂકયું છે, જેમાંથી એક હજારથી વધુ સંભવિત રૂપે જોખમી હોવાનો ઉલ્લેખ છે. આગામી વર્ષોમાં આ ઉલ્કા પૃથ્વીની સપાટીની અત્યંત નજીકથી પસાર થઇ શકે છે. હાલમાં ઉલ્કા – એ. જે. એકસો ત્રાણું પૃથ્વી તરફ ચોરાણું હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધસમસતી આવી ગઇ. વિશાળકાય ઉલ્કા પૃથ્વીની ઘણી નજીકથી પસાર થઇ ગઇ છે, પણ સદ્‌ભાગ્યે પૃથ્વી વિનાશથી બચી ગઇ છે. આકાશી પ્રકોપ ચેતવણી આપી ગયો.
સૂરત     – યૂસુફ એમ. ગુજરાતી       -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top