પુણા: સુરતના (Surat) પુણા શાકભાજી માર્કેટમાં વૃદ્ધ વિધવા ને બેભાન કરી ત્રણ અજાણી મહિલા બે સોનાની બગડી અને બે બુટ્ટી કાઢી રિક્ષામાં ભાગી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ મહિલાના માથે મેલું નાખી લૂંટ (Robbery)ચલાવાય હોવાનું કહેવાય રહ્યું છે. ભાન માં આવેલી મહિલા એ કહ્યું સાહેબ મારા બે દીકરા હીરા ઘસવાનું કામ કરે છે. હું તો ધોળે દિવસે લૂંટાઈ ગઈ, જોકે હાલ પોલીસે (Police) વૃદ્ધ વિધવાની ફરિયાદ લઈ CCTV ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
શારદાબેન મનજીભાઈ સભાડીયા (ઉ.વ. 62) એ જણાવ્યું હતું કે તેઓ જૂનાગઢ ના વતની છે. સુરતમાં પુનાગામ બોમ્બે માર્કેટ છીતું નગર સોસાયટીમાં રહે છે. તમને બે દીકરા છે બન્ને હીરા ઘસવાનું કામ કરી ઘરની આર્થિક જવાબદારી નિભાવી રહ્યા છે. શુક્રવાર ના રોજ સવારે તેઓ હોસ્પિટલ સંબંધી ની ખબર અંતર પૂછી શાકભાજી માર્કેટ ગયા હતા. જયાંથી શાકભાજી લઈ પરત ફરતા રસ્તામાં ત્રણ મહિલાઓ મળી હતી. આ રૂપિયા ની થેલી તમારી થેલીમાં મૂકી દો કહી માથે મેલું નાખી દેતા હું બેભાન થઈ ગઈ હતી. ભાન માં આવતા મારા હાથમાંથી સોનાની બે બગડી અને કાનના બુટ્ટી ગાયબ હતા.
વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે તાત્કાલિક દીકરા ઓને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઇ તમામ હકીકત જણાવી હતી. પોલીસ અધિકારીઓ એ પણ સ્થળ નિરીક્ષણ કરી લૂંટારું મહિલાઓને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. એટલું જ નહીં પણ આ ત્રણેય મહિલાઓ નજીકના CCTV માં કેદ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. શારદા બેને જણાવ્યું હતું કે હાલની બજાર કિંમત મુજબ લગભગ સાડા ત્રણ લાખના દાગીના લૂંટાઈ ગયા હોય એમ કહી શકાય છે. હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે.