મલેકપુર : વીરપુર તાલુકાના સરાડિયા તાબે સહકારવાળામાં નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની બન્ને બાજુ યોગ્ય માટી પુરાણ ન કરતાં આ રસ્તાની ધાર પર ચાલતા વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આથી, તાત્કાલિક રસ્તાની બન્ને બાજુ માટી નાંખવા માગણી કરી છે. વીરપુર તાલુકાના સરાડિયા તાબે સહકારવાળામાં નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડની સાઈડ ખુલ્લી રહી ગઈ તેવું જોવા મળી રહ્યુ છે. અહીંથી પસાર થતાં વાહન ચાલકો અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. આથી, તાકીદે આ સાઈડમાં યોગ્ય પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આમ વીરપુર તાલુકાના સરાડિયા તાબે સહકારવાળા ગામમાં આરસીસી રોડ બનતા રાહદારીઓ તેમજ ગામના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
આ રોડની કામગીરી બે મહિના પહેલા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ હાલમાં રોડની સાઈડમાં અડધો ફૂટ કટ જોવા મળી રહી છે. આ કારણે અવારનવાર આ રોડ ઉપર અકસ્માતનો ભય અહીંથી પસાર થતા વાહનચાલકોને સતાવી રહ્યો છે ત્યારે બીજી તરફ આ બાબતે કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ ગંભીરતાપૂર્વક લેતા નથી. આવા ભ્રષ્ટાચાર અને કામચોરી કરતા કોન્ટ્રાક્ટરોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને ફરી તેમને કામ ના મળે તો જ ગ્રામજનોનો રોષ ઓછો થાય તેવું જોવા મળી રહ્યું છે.