National

CBSEનું પરિણામ જાહેર: ધો.10માં 94.40%, ધો.12માં 92.71% વિદ્યાર્થીઓ થયા પાસ

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યા બાદ ધો.10નું પરિણામ (Result) જાહેર કર્યું છે. ધો. 10માં આ વર્ષ 2022માં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ (Pass) થયા છે. જ્યારે ધો.12માં 92.7 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં આ વર્ષે ધો. 12માં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ ડિજીલોકર પરથી પરિણામ જોઈ શકે છે.

ધો.12માં પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં આ વખતે પણ છોકરીઓએ બાજી મારી છે. આ વર્ષે પરીક્ષામાં 94.54% વિદ્યાર્થીનીઓ અને 91.25% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જોઈ શકે છે. પાછલા વર્ષોની જેમ, CBSE બોર્ડ પરીક્ષા પરિણામ લિંક DigiLocker એપ અને વેબસાઇટ digilocker.gov.in પર ઉપલબ્ધ છે. CBSE બોર્ડ પરીક્ષાની માર્કશીટ્સ, પ્રમાણપત્રો અને સ્થળાંતર પ્રમાણપત્રો પણ ડિજીલોકર દ્વારા જારી કરવામાં આવે છે.

10નું પરિણામ બે વાગ્યે આવશે
CBSE દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10માનું પરિણામ પણ સત્તાવાર રીતે બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને શાળાઓમાંથી પરિણામ જાહેર થઈ ગયું હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ લાંબા સમયથી CBSE બોર્ડના પરિણામને લઈને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા. CBSE ટર્મ 1 બોર્ડની પરીક્ષા MCQ ફોર્મેટમાં નવેમ્બર-ડિસેમ્બર 2021માં આયોજિત કરવામાં આવી હતી. તેમજ ટર્મ 2 પરીક્ષામાં વર્ણનાત્મક અને કેસ આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકાશે

  • cbse.gov.in
  • cbseresults.nic.in
  • results.gov.in
  • parikshasangam.cbse.gov.in
  • digilocker.gov.in

Most Popular

To Top