Vadodara

સીબીએસસી ધો-10નું પરિણામ 99.04%:વિદ્યાર્થિનીઓએ બાજી મારી

વડોદરા: જેની લાંબા સમય થી રાહ જોવાઇ રહી હતી તે કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ 10નું પરિણામ  મંગળવારે બપોરે 12 કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સીબીએસી બોર્ડ દ્વારાકોરોના મહામારીના કારણે ધો- 10 અને 12માની પરીક્ષા રદ્દ કરી દીધી હતી,  અને  વિધાર્થીઓના ગત વર્ષ તેમજ હાલના વર્ષના આંતરિક મૂલ્યાંકન આધારે  પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું . 31મીએ ધોરણ 12 બાદ મંગળવારે ધો-10 નું  પરિણામ વેબ સાઇટ પર  જાહેર કરવામા આવ્યું . સીબીએસસી ધો-10 માં  આશરે દેશભરના લગભગ 20 લાખ વિદ્યાર્થઓ છે જેમનું આજે પરિણામ  જાહેર કરવામાં આવ્યું .જેમા 99.04% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પણ છોક૨ીઓએ બાજી મા૨ી છોક૨ાઓની તુલનાએ પાસ થયેલી છોક૨ીઓ 0.35% વધુ છે.

આ વર્ષે  પણ બોર્ડ મેિ૨ટ લિસ્ટ જાહે૨ નહી ક૨ે તેમજ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ફ૨ીથી પ૨ીક્ષા આપવાની પણ તક આપવામાં આવશે. ધો-10ના પરિણામોને પગલે વિધાર્થીઓ અને વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ ફેલાયો છે. વડોદરામાં અંદાજીત 40 જેટલીસીબીએસસી શાળાઓ આવેલી છે.  બધી શાળાઓનું 100 ટકા પરિણામ આવેલું છે. શાળા સંચાલકોએ પાસ થયેલા તમામ વિધાર્થીઓને અભિનંદ પાઠવ્યા છે.

જે વિધાર્થીઓને આંતરીક મૂલ્યાંકન  પદ્ધતિ થઈ તૈયાર કરાયેલા પરિણામ થઈ સંતોષ ન હોય તેવા વિધાર્થીઓ માટે લેખિત પરીક્ષા આપવાનો વિકલ્પ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો હોવાથી આગામી દિવસો માં તેની પ્રક્રિયા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવશે. ધો-10નું પરિણામ આવ્યા બાદ હવે ધો- 11 તેમજ ધો-10 બાદના ડિપ્લોમા અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે જેના કારણે પોતાની કારકિર્દી બનાવનાર વિદ્યાર્થીઓ આ માસ પ્રમોશનને લઈને સરકારના આ નિર્ણયને પગલે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તથા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

Most Popular

To Top