નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાંપાર્ક કરેલ એક આઈશરમાં ક્રુરતા પૂર્વક રીતે ભરેલાં અબોલ પશુઓને કતલખાને ધકેલવામાં આવનાર હોવાની બાતમીને આધારે ગોરક્ષકો સતર્ક બન્યાં હતાં. અને બાતમી મુજબની જગ્યાએ પહોંચી આઈશરમાંથી 6 અબોલ પશુઓને મુક્ત કરાવ્યાં હતાં. તેમજ પશુ હેરાફેરી કરનાર ચાર શખ્સોને પકડી પાડી પોલીસને સોંપ્યાં હતાં.
આ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાં આવેલ ગોપાલ હોટલ આગળ પાર્ક કરેલ એક આઈશરમાંક્રુરતાપૂર્વક રીતે પશુઓને ભરી કતલખાને લઈ જવાતાં હોવાની બાતમી નડિયાદમાં રહેતાં નવઘણભાઈ ભરવાડને મળી હતી.
જેથી નવઘણભાઈએ આની જાણ અમદાવાદમાં રહેતાં અને અખિલ ભારતીય ગૌરક્ષક મહાસંઘના શહેર સહસચિવ સુરેશભાઈ હિન્દુભાઈ ભરવાડને કરી હતી. જેથી સુરેશભાઈ પોતાની ટીમ સાથે ગત રાત્રીના એક વાગ્યાનાઅરસામાંચાંદણા ગામની સીમમાં આવી પહોંચ્યાં હતાં. અને બાતમી મુજબના ઠેકાણે એટલે કે ગોપાલ હોટલ નજીક પહોંચ્યાં હતાં.
જ્યાં એક આઈશર નં જીજે 16 એયુ 1175 ઉભી હતી. અને તેમાં પાછળના ભાગમાં પશુઓને ખીચોખીચ રીતે ભર્યાં હોવાનો આભાસ થયો હતો. જેથી તેઓએ સૌપ્રથમ આઈશરનીડ્રાઈવીંગ સીટ પર બેઠેલાં કાંતિલાલનુરિયાવસાવા (રહે.થાણા, તા.અકલકુવા, જિ.નંદરબાર) તેમજ આઈશરમાં સવાર જિતેન્દ્રભાઈ વનજીભાઈવસાવા (રહે.બાબદા, તા.ડેડીયાપાડા, જિ.મહિસાગાર), રમણભાઈભારીયાવસાવા (રહે.ઘાટોલી, તા.ડેડીયાપાડા, જિ.નર્મદા) અને સુરેશભાઈ રમણભાઈવસાવા (રહે.ઘાટોલી, તા.ડેડીયાપાડા, જિ.મહિસાગર) ની અટકાયત કરી હતી.
જે બાદ તેઓને સાથે રાખી આઈશરનાપાછળના ભાગની તલાશી લેતાં તેમાં ટુંકાદોરડા વડે ક્રુરતાપૂર્વક રીતે બાંધેલીહાલતમાં છ આખલાઓ નજરે પડ્યાં હતાં. આ પશુઓ માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. જેથીગૌરક્ષકટીમેઆની જાણ ખેડા ટાઉન પોલીસને કરી હતી.