નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાનના શ્રીગણેશ કર્યા હતા જેના હેઠળ જળ સંચય અને મનરેગા હેઠળનું ફંડનો સંપૂર્ણ ઉપયોગ ચોમાસું આવે ત્યાં સુધી જળ સંચય માટે કરવામાં આવે.
વિશ્વ પાણી દિવસ પર એક વર્ચ્યુઅલ ઇવેન્ટને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એ ચિંતાનો વિષય છે કે ભારતમાં વરસાદના પાણીનો મોટો ભાગ વેડફાય છે. તેમણે કહ્યું કે જેટલું વરસાદનું પાણી બચાવાશે તેટલું ઓછું ભૂગર્ભજળ પરની આપણી નિર્ભરતા ઘટશે.
તેમણે જળસંચય અંગે વધુ જાગૃતિ લાવવા અને આવા પ્રયત્નોમાં લોકોની ભાગીદારી વધારવા હાકલ કરી હતી. વડા પ્રધાને મહિલાઓને પાણીના બચાવ પ્રયત્નોમાં સામેલ કરવાની જરૂર પર પણ ભાર મૂકતાં કહ્યું કે તેઓ પાણીના મૂલ્યને વધુ સારી રીતે સમજે છે.
તેમણે કહ્યું કે, ‘કેચ ધ રેઇન’ જેવા અભિયાનની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જલ શક્તિ અભિયાનમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ચોમાસાના આગમન માટે હજી થોડો સમય બાકી છે અને આપણે પાણીના સંગ્રહ માટે પ્રયત્નો કરવા પડશે. આપણી સજ્જતામાં અભાવ ન હોવો જોઇએ.
ચોમાસા પહેલા, ટાંકી, તળાવો અને કુવાઓની સફાઇ અને પાણી બચાવવા માટેની તેમની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. વરસાદી પાણીના પ્રવાહમાં થતી કોઈપણ અવરોધોને ધ્યાન આપવું જોઈએ.
તેમણે કહ્યું કે, આ બધી બાબતો માટે આપણે આપણા બધા પ્રયત્નો કરવા પડશે. મોદીએ કહ્યું હતું કે ભારતની આત્મનિર્ભરતા તેના જળ સંસાધનો અને જળ જોડાણ પર આધારીત છે, અને અસરકારક જળસંગ્રહ વિના તેનો ઝડપી વિકાસ શક્ય નથી.
તેમણે કહ્યું, હું ઈચ્છું છું કે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) ના દરેક પૈસો ચોમાસા આવે ત્યાં સુધી વરસાદના જળસંગ્રહ માટે ખર્ચ કરવામાં આવે.
મનરેગાનું ફંડનો ઉપયોગ જળ સંચય માટે કરવામાં આવે: મોદીએ ‘કેચ ધી રેઇન’ અભિયાન લોન્ચ કર્યુ
By
Posted on