મામલો બળાબળીનો, I.N.D.I.A સામે NDA – Gujaratmitra Daily Newspaper

Comments

મામલો બળાબળીનો, I.N.D.I.A સામે NDA

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીની 2 મિટીંગ 2024ની લોકસભાની ચૂંટણી માટે શંખ ફુંક્યો હોય તેવું લાગી રહ્યું છે. I.N.D.I.A. તરીકે શુદ્ધીકરણ કરી વિપક્ષી મોરચાએ ઈન્ડિન નેશનલ ડેવલપમેન્ટલ એલાઈન્સનું નામ ધારણ કરી તે સ્પષ્ટ કરી દિધુ છે કે સત્તાધારી NDA વચ્ચે યુદ્ધ નક્કી છે.

બેંગલુરુમાં વિપક્ષીઓની મંડળી મળવાથી બે અસરકારક સંકેત જોવા મળ્યા હતા, થોડા સમય પહેલા જ્યારે વિપક્ષી પાર્ટીઓએ એક સાથે આવવાનું નક્કી કર્યું ને જ્યારે ગયા મહિને પટનામાં જબરદસ્ત શરૂઆત કર્યા પછી વિપક્ષી એકતાની ચાલબાજી શરૂ થઈ, ત્યારે અચાનક સુસુપ્ત NDA જાગી ઉઠ્યું.

વિપક્ષી પાર્ટીનું એકસાથે આવવું તે ન્યૂઝ હતી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની NDA છેલ્લા 9 વર્ષમાં તેની પ્રથમ બેઠક યોજી તે એક મોટી હેડલાઇન હતી. બે બેઠકો સુચારૂ રીતે થઈ અને નવા મોરચાનું નામકરણ પણ કોઈ અડચણ વિના પસાર થઈ ગયું હોવા છતાં શાંતિથી કોંગ્રેસની સાથે ગઠબંધન કરી રહેલા વિપક્ષી પક્ષો માટે આગળનો રસ્તો ઉબડખાબડ રહશે એમાં ક્યારેય કોઈ શંકા નથી અને ભાજપ તેના હંમેશનાં આક્રમક મિજાજ સાથે ચૂપ રહેશે નહીં.

વિપક્ષી છાવણીમાં કોઈ અડચણ વિના મોરચો મર્યાદિત પણ નોંધપાત્ર લક્ષ્ય સુધી પહોંચે છે એ હકીકત પણ સૂચક છે કે આ વિષયમાં ઘણું ગ્રાઉન્ડવર્ક કરવામાં આવ્યું હોવાનું જણાય છે. ઉપરાંત, રાજકીય દિગ્ગજોથી ભરેલા વિપક્ષીએ ઝડપથી કૂદકા મારવાને બદલે સાવધ રહી એક-એક પગલું ભરી રહી છે.કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર પછી પટના અને બેંગલુરુની બેઠકથી દેખીતી રીતે મોદી-મંડળી પર ચિંતાના વાદળો ફર્યા છે. જો એવું ન હોય તો શા માટે લગભગ નિષ્ક્રિય થયેલી NDAને મોટાભાગે પેટા-પ્રાદેશિક રાજકીય અને અપ્રસ્તુત પાર્ટીઓને બોલાવવામાં આવ્યા, સાથે ભાજપના સૌથી જૂના બે સાથી શિવસેના અને શિરોમણી અકાલી દળની જગ્યાએ હવે કેટલીક નવી અને નાનકડી પાર્ટીઓ સાથે ધટતી જગ્યા ભરી રહી છે.

મોદી સરકારની આ NDAની બેઠક માત્ર સંખ્યાની દ્રષ્ટિએ આ કિસ્સામાં વાહવાહી મેળવવા માટે હતી અને શાસકો અને મોદીની વધતી જતી લોકપ્રિયતાને ‘જબરજસ્ત સમર્થન’ તરીકે દેખાડવામાં આવી છે. એટલે જ તેને I.N.D.I.A ના 26 સામે NDA ના 38 તરીકે ઓળખવામાં આવી હતી, જેમાં શિવસેનાથી જુદા પડેલા જૂથ સિવાય, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પાર્ટીના સ્થાપક અને વરિષ્ઠ નેતા શરદ પવારને નબળા બતાવવા માટે રચાયેલ NCPનાં છૂટાછવાયા નેતાઓનો સમાવેશ થાય છે, વિવિધ જાતિ આધારીત પક્ષના સભ્યો સાથે મોદીના વર્ચસ્વને તેમની વિશેષતા બતાવી છે.

વિપક્ષી નેતાઓના હાવભાવ અને બોડી લેંગ્વેજ જોઈ એવું દેખાય છે કે તેઓ આ વખતે વધારે ગંભીર છે, અથવા એવો સ્પષ્ટ ઈરાદો લાગી રહ્યો છે. એમાં કોઈ શંકા નથી કે મોદી-શાસન અંતરગત સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જેવી એજન્સીઓની ભયે તેમને એકસાથે લાવી દીધા છે.

તેમ છતાં, તેમાંથી કેટલાકની વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષાઓને કારણે જ નહીં, પણ તેમાંથી કેટલાક નેતાઓના આકરાંતિયા અને ચાલાકીભર્યા સ્વભાવને કારણે આ સફર વિપક્ષી માટે એટલી આસાન નહીં હોય. કૉંગ્રેસે (અહીં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વાંચો) જાહેર કર્યું કે તેમને વડા પ્રધાનપદની કોઈ ઝંખના નથી, ત્યાં હજુ પણ શંકાસ્પદ તેવા ત્રણ મુદ્દાઓ છે. તેમાં અન્ય ભાગીદારો કેવી રીતે ભાગ લે છે તે ખાસ કરીને મુંબઈમાં યોજાનારી શિવસેના (યજમાન તરીકે ઉદ્ધવ ઠાકરે) સાથે આગામી બેઠક દરમિયાન પછીના અઠવાડિયામાં જાણી શકાશે.

જો એ નેતાઓ તેમની વધતી જતી મહત્વાકાંક્ષાઓને દબાવી કોઈ મોટા કારણ માટે કામ કરે કે નહીં આ સ્થિતિમાં તેમનું વર્તન I.N.D.I.A.ને ટકાવવા માટે જરૂરી રહેશે. ખાસ કરીને જ્યારે મોદી-અમિત શાહ જેવા અત્યંત આક્રમક પ્રતિસ્પર્ધી સામે સ્પર્ધા હોય. વિપક્ષી છાવણીમાં મુખ્યત્વે ત્રણ નેતાઓ છે જેમની હિલચાલ પર આ ગઠબંધનના રચનાકારો પર નજીકથી નજર રાખવાની જરૂર છે. વક્રતાએ છે કે તેમાંના બે રચનાકારો મુખ્ય ભાગીદાર છે.

પ્રથમ અગ્રણી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવનાર અને NCPના ભંગાણને લીધે પવાર પર નજર રહેશે. NCPમાં આ બદલાવ તેમની સંમતિ વિના થયો છે કે નહીં તે અંગે હજી ભેદભરમ છે. હકીકત એ છે કે રાજકીય રમતમાં શરદની દંગ કરવાની અને અનુમાન લગાવવાની તેમની ક્ષમતા માટે વધુ જાણીતા છે, જે પવારને વધારે પ્રપંચી અને અવિશ્વાસુ બનાવે છે. એથી, વિરોધ પક્ષ ખાસ કરીને કોંગ્રેસે તેમને વિલન બનાવ્યા વિના કાળજી રાખવી પડશે. બીજું મહત્ત્વનું પરિબળ હશે કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અહીંથી કેવી રીતે આગળ વધે છે. પટના અને બેંગલુરુની બેઠકો દરમિયાન તેમણે ખાસ કરીને તેમના કટ્ટર વિરોધીઓ કોંગ્રેસ અને ડાબેરી સામે એક નમ્ર નેતા તરીકે પોતાને બતાવ્યા.

આ વિવાદમાં ત્રીજો ચહેરો છે આમ આદમી પાર્ટીનાં વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જોકે આ ગઠબંધનને ટકાવી રાખવા માટે તેમની જરૂર નથી પણ વિપક્ષી એકતાને રજૂ કરવામાં તે ખાસ છે. દેશના રાજકીય મેદાનમાં સરખામણીમાં નવો ખેલાડી હોવા છતાં, તેમની આક્રમકતાની અલગ રીત અને અનિશ્ચિત વર્તણૂંકથી ટૂંકા ગાળામાં પ્રભાવ પાડવા પૂરતા કાબેલ છે. તેમનું ઘર્ષણ વિપક્ષી એકતાની મુખ્ય પાર્ટી કોંગ્રેસ સાથે છે. દિલ્હી સરકારની સત્તામાં લગામ કસવા કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ વટહુકમના મુદ્દે કોંગ્રેસ-આપમાં વિવાદ જોવા મળ્યો હતો. શું કેજરીવાલ તેની રાજકીય મહત્વાકાંક્ષાને જોશે કે કોંગ્રેસને નુકસાન પહોંચાડતા મત-વિભાજક તરીકે કામ કરતી AAPને રોકશે? કે પછી કોંગ્રેસનાં સમર્થન આધારને તે નક્કી થશે?

હાલની હકીકત એ છે કે વિપક્ષી ગઠબંધન નવી ઓળખ સાથે છે. બીજી હકીકત એ છે 2024ની ચૂંટણી ગળાકાપ હરીફાઈ બનાવવાની ક્ષમતા ધરાવે છે, તે એ છે કે વિપક્ષનું ગઠબંધન 11 રાજ્યોમાં સત્તામાં છે અને 15માં ભાજપનું શાસન છે. મુખ્ય રાજ્યો જ્યાં વિપક્ષી ગઠબંધન હાલમાં સત્તામાં છે તેમાં તમિલનાડુ, બિહાર અને ઝારખંડ છે. પશ્ચિમ બંગાળ (તૃણમૂલ કોંગ્રેસ), પંજાબ અને હરિયાણા (આપ), રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢ (કોંગ્રેસ) જેવા અન્ય રાજ્યોમાં વિપક્ષની મજબૂત છાપ છે, જે 200થી વધુ લોકસભા બેઠકો ધરાવે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની રસાકસી માટે અન્ય 100 બેઠકો બાકી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top