Charchapatra

ડબ્બા વગરનું ડબલ એંજીન

ગુજરાત રાજયમાં હાલની ચૂંટણીમાં 2002નાં તોફાનો સંબંધી વિષયનો ઉલ્લેખ થયો અને અSમિત શાહે કબૂલ કર્યું કે આ તોફાનોમાં બીજેપીએ ઘણાં લોકોનો સફાયો કર્યો અને પછી ગુજરાતમાં તોફાનો નથી થયાં. આશરે 2000 નિર્દોષ લોકોનો ભોગ 2002નાં તોફાનોમાં થયો છે. તોફાનોમાં માર્યા ગયેલાં લોકોને કંઇ ભરપાઇ મળી. બીજેપીને સત્તા કાયમ થઇ પણ નાગરિકોનો જીવ ગયો. 8 નવેમ્બર 2016ના જાહેર થયેલી નોટબંધીમાં આશરે 136 નાગરિકોનો ભોગ લેવાયો. રાતોરાત 136 કરોડની જનતા ભિખારી બની ગઇ. પણ કોઇ રાજકારણી, નગરસેવક, ધારાસભ્ય, સંસદસભ્ય, પ્રધાન, શાહ કે મોદી નોટબંધીની લાઇનમાં ન દેખાયા. સામાન્ય નાગરિકનો ખો નીકળી ગયો. નોટ બદલવામાં કંઇ ન મળ્યું. 1 જુલાઇ 2017થી દેશમાં GST લાદવામાં આવ્યું. પણ તેની કંઇ પૂર્વ તૈયારી વગર આ બાદ આ કાયદામાં છેલ્લાં 5 વર્ષમાં આશરે 1000 બદલાવ. સુધારા કરવામાં આવ્યા. રાજ્યોની મહાનગરપાલિકાની કમાણી ઘટી ગઇ. તેમને કેન્દ્ર સરકાર પાસે ભિખારીની જેમ માંગણી કરવી પડે છે. કેન્દ્ર સરકાર પૈસા આપવામાં અખાડા કરે છે.

માર્ચ 2020 આખરમાં  લોક ડાઉન જાહેર કરી દીધું. સેંકડો લોકો રાતોરાત રઝળી પડ્યાં. ઘણાનો જીવ ગયો. બીમારીમાં આશરે સરકારી આંકડા પ્રમાણે 5 લાખ માનવીનો જીવ ગયો. ગુજરાતના તથા ગુજરાતી અખબારની મૃત્યુનોંધ જોતાં આ આંકડો દેશનો નહીં, ફક્ત ગુજરાત અને ગુજરાતી લોકોનો લાગે છે. સુપ્રીમ કોર્ટના કહેવાથી 50,000 રૂા. સુધીની મદદ કરવાને સરકારને ફરજ પાડવામાં આવી. ખરેખર તો આશરે 4થી 5 લાખની મદદ આપવાની જરૂર હતી. હાલની ચૂંટણીમાં શર્મા નામના શરમ વગરના નેતાએ જાહેરાત કરી કે રાહુલ ગાંધી સદામ હુસેન જેવા લાગે છે. આ શરમ વગરના શર્માને મોદી-ઓસામા બીન લાદેન, અમિત શાહ, અલ બગદાદી ન લાગ્યા. જાહેર ખબરમાં DOUBLE ENGINEનો ઉલ્લેખ કરવામાં આવે છે. પણ આ ડબલ ઇંજન, પેસેન્જરના ડબ્બા કે માલગાડીના ડબ્બા વગરનું છે. જેમાં સામાનય લોકોના આશા, અરમાન કચડાઈ જાય છે.
દાદર, મુંબઇ       – હેમંત ગાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કરવા જેવા સંકલ્પો
દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નીચે મુજબના સંકલ્પો કરવા જોઈએ. ક્યારેય આમંત્રણ વગર ક્યાંય જવું નહીં. તમારી હાજરીમાં ગોળગોળ વાતો કરતા હોય તો કદી વિશ્વાસ કરવો નહીં. અપમાન થતું હોય ત્યાં વ્યવહાર કરવો નહીં. તમારા ભોળપણનો ગેરલાભ ઉઠાવતા હોય તો સંબંધ કાપી દ્યો. સંકટ સમયે મજબૂર કરતા હોય તો ઉતાવળ કરશો નહીં. દરેક વખતે હા બોલવાથી તકલીફ પડતી હોય તો ના બોલવાનું પણ શીખો. એવી પ્રતિજ્ઞા કરો કે જીવનમાં નીતિ, પ્રામાણિકતા અને શિસ્તનું આચરણ કરીશ અને તેનો ચુસ્તપણે અમલ કરીશ. સમજવું જરૂરી છે કે કલા એ જીવનની સુંદરતા છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top