ચૂંટણીમાં ઉમેદવારી કરનારને માટે લાયકાતનું ધોરણ નક્કી કરવું જોઇએ કારણ કે ચૂંટાયા પછી તેઓ મંત્રી બને છે ત્યારે તેઓને વિશેષ લાભ મળે છે. દરેક વિધાનસભ્યોને સારો એવો પગાર મળે છે ત્યારબાદ પેનશનપણ મળે છે અગાઉની પોસ્ટ પરના પેન્શન સાથે નવી પોસ્ટનું પણ પેન્શન મળે છે. આથી નેતાઓને માટે પણ લાયકાતનું ધોરણ હોવું જોઇએ. એ લોકોનીપણ પરીક્ષા લેવાવી જોઇએ કારણ સરકારી નોકરી મેળવવા માગતા યુવાનોની જાહેર પરીક્ષા લેવાય છે તે પરીક્ષામાં પાસ થાય ત્યારબાદ તેને નોકરી આપવામાં આવે છે. વિધાનસભ્યો સંસદો પણ પગાર લે છે એટલે તેઓની પરીક્ષા લેવાવી જોઇએ.
નવસારી – મહેશ નાયક
ચૂંટણીમાં ઉમેદવારી કરનારની લાયકાત નક્કી કરો
By
Posted on