Business

જેટકોની પરીક્ષા રદ થવી એ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં, ભાજપ સરકારની વધુ એક ગુનાહિત બેદરકારી: કોંગ્રેસ

અમદાવાદ: ૧૨૦૦થી વધુ યુવાનોએ વિદ્યુત સહાયક GETCO એટલે કે વીજળી બોર્ડની પોલ ટેસ્ટ, લેખિત પરિક્ષા, ઇન્ટરવ્યુ સહિતના તમામ વિષયો પાસ કર્યા છતાં પણ તેઓને એપોઇન્ટમેન્ટ પત્ર આપવાની જગ્યા પર આખી અને આખી પરિક્ષા ફરી વખત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી તમામ ૧૨૦૦થી વધુ યુવાનો ફરી એક વાર બેરોજગારી તરફ ધકેલાયા, જેની જવાબદાર GETCOના અધિકારી અને ગુજરાત સરકાર પોતે છે, તેવું પ્રદેશ કોગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલએ જણાવ્યું હતું.

આ યુવાનોને હિંમત આપવા તથા કોંગ્રેસ તરફથી તેઓના દુઃખના સહભાગી બનવા આજે વડોદરા GETCOની ઓફિસ ખાતે આંદોલન પર બેઠેલા યુવાનોની વાતને વાચા આપવા, વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણીઓ સ્થળ પર પહોંચી યુવા વર્ગ સાથે ધરણા પર બેઠા હતા. GETCOના જનરલ મેનેજર સાથે તેઓની કેબિનમાં કોંગ્રેસના ઋત્વિજ જોષી અને નિશાંત રાવલ સહિત વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી આ યુવાનોને નોકરી આપવા ધારદાર રજૂઆત પણ કરી હતી, પરંતુ GETCO – વિદ્યુત બોર્ડના આ અધિકારી વિદ્યાર્થીઓની સમસ્યાને બેદરકાર કરી હતી, અને તેઓના ધરણા ચાલુ રહ્યા હતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય મળ તેના માટે સડકથી લઈને વિધાનસભા સુધી સરકાર સામે ન્યાયની લડત લડવા કટિબદ્ધ છે.

Most Popular

To Top