Vadodara

વડોદરાના કમાટીબાગ ખાતે જોય ટ્રેન અકસ્માતબાદ ટ્રેન ઉપર કેમેરા લગાવવામાં આવ્યા

વડોદરા: શહેરના સયાજીબાગ ના જોય ટ્રેન ખાતે 2 દિવસ અગાઉ દુર્ઘટના ઘટી હતી જેને લઈને મહિલાએ હાથ ગુમાવવો પડ્યો હતો. આ ઘટના બાદ જોય ટ્રેન ઉપર કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત મેયર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. કે ટ્રેન નજીક ફોટો પડાવવા માટે ન જાય. વાડી મોટી વોરવાડમાં રહેતા ૪૨ વર્ષના સુમૈયાબેન મહંમદ ઇમ્તિયાઝ ખજૂરીવાલા કમાટીબાગ ગયા હતા. સાંજે જોય ટ્રેન નજીક સેલ્ફી લેતા સમયે તેમના ડ્રેસનો દુપટ્ટો ટ્રેનમાં આવી જતા તેઓને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

મહિલાને સેલ્ફી લેતા સમયે ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું અને તેના કારણે તેનો હાથ ગુમાવવો પડ્યો હતો, ખોડલ કોર્પોરેશન દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ દ્વારા ઇજાગ્રસ્ત મહિલા ને દવાખાના નો ખર્ચો ચૂકવવા માં આવ્યો. મેયરે જણાવ્યું કે આ ખુબજ દુઃખદ ઘટના બની છે, સેલ્ફી ના કારણે અંગ ગુમાવવાનો વારો આવ્યો છે, ફરી આવી દુર્ઘટના ન બને તે માટે 5 જેટલા નવા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે અને વડોદરા શહેરની જનતાને અને સયાજીબાગ માં આવનાર સહેલાણીઓ ને અપીલ કરી કે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે ટ્રેનના ટ્રેક નજીક ફોટો ના લેવા કે પછી ટ્રેન ના ટ્રેક થી દુર રહેવું, ફોટો કે સેલ્ફી લેતી વખતે કાળજી રાખવી, અગામી દિવસોમાં ત્યાં કારવિંગ કરવામાં આવશે. ઉપરાંત ટ્રેન ઉપર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે.

Most Popular

To Top