આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ સંસ્થાના જાણીતા નિલેશ માંડલેવાળાના આગ્રહને માન આપી વિના વિલંબે અંગદાનનો નિર્ણય લઇને એક રીતે તેઓએ પાંચ વ્યકિતઓના જીવનમાન બહાર લાવવાનું પૂણ્યનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ગુજરાતમિત્ર અખબારના હેવાલ મુજબ સુરતમાંથી 30મુ હૃદય અને પાંચમુ ફેફસાનું દાન કરાયું.
હૃદય, ફેફસા સહિત બે કિડની અને લીવર બાળકના શરીરના અંગો ઉપરાંત ચક્ષુદાન કરનાર માતા પિતા ધન્યવાદને પાત્ર બન્યા છે. આવી જાગૃતિ દિનપ્રતિદિન વધતી જાય તો જીવન મૃત્યુ સફળ થયું ગણાય. માનવસેવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. યાદ રહે નિલેશભાઇ માંડલેવાળા વર્ષોથી આ ઉત્તમ સેવા નિસ્વાર્થભાવે બજાવી રહયા છે.
જેમની ટીમ સતત કાર્યશીલ રહે છે. રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા કર્મવીર માંડલેવાળા પણ ધન્યવાદને પાત્ર ગણાય. કયારેક આવી ઘટના બને અને સ્વૈચ્છીક અંગદાન કરવાની ઇચ્છા થાય તો ડોનેટ લાઇફ સંસ્થાનો સંપર્ક કરી શકાય.
સુરત -જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.