National

દિલ્હી લિકર પોલિસી કેસમાં CBI દ્વારા કે. કવિતાની ધરપકડ, શું છે સમગ્ર મામલો?

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં (Delhi Liquor Policy Case) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેલંગાણાના (Telangana) ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી અને બીઆરએસ (BRS) નેતા કે. કવિતાની (K. Kavita) ગુરુવારે ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. તેમજ કે કવિતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 15 માર્ચે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ 9 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા કવિતાની કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. અગાઉ જ્યુડિશિયલ કસ્ટડીના સમયગાળાના અંતે તેણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ શનિવારે સીબીઆઈએ કવિતાની જેલમાં પૂછપરછ કરી હતી.

કોર્ટમાં કસ્ટડીની માંગણી?
સીબીઆઈએ આજે કવિતાની જેલમાંથી ધરપકડ કરી હતી. તેમજ આગામી 24 કલાકમાં સીબીઆઇ કવિતાને કોર્ટમાં રજૂ કરશે અને તેણીની કસ્ટડીની માંગણી કરશે. સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અને 120B કાવતરા હેઠળ એક્સાઈઝ કૌભાંડની એફઆઈઆર નોંધી હતી, ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં ખુલાસો થયો કે કે. કવિતાએ આમ આદમી પાર્ટી (AAP)ને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.

કવિતાને વચગાળાના જામીન મળ્યા નથી
અગાઉ સોમવારે કોર્ટે કવિતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ તેણીએ માત્ર પુરાવાનો નાશ કર્યો નથી. પરંતુ સાક્ષીઓને પણ પ્રભાવિત કર્યા છે અને જો તેણીને રાહત આપવામાં આવે છે, તો ‘સંપૂર્ણ સંભાવના’ છે કે તેણીનું દબાણ સાક્ષીઓ ઉપર ચાલુ રહેશે.

EDએ શું દાવો કર્યો?
EDએ કહ્યું છે કે કે કવિતા તે દક્ષિણ ગ્રુપની એક મહત્વપૂર્ણ સભ્ય છે, જેના પર દિલ્હીની શાસક પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ને દારૂના લાયસન્સમાં મોટો હિસ્સો મેળવવા માટે 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે દારૂની નીતિ બનાવવામાં અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચાર થયો છે.

તેમજ EDએ AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને આ કેસમાં મુખ્ય કાવતરાખોર ગણાવ્યા અને કહ્યું કે આમાં પાર્ટીના ઘણા નેતાઓ અને મંત્રીઓ પણ સામેલ હતા. બીજી તરફ આ તમામ આરોપોને નકારી કાઢતા કે કવિતા અને AAPએ કહ્યું કે આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top