Gujarat Main

ખેરાલુમાં જ્યાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા પર પત્થરમારો થયો હતો ત્યાં દાદાનું બુલડોઝર ફર્યું

ખેરાલુ(kheralu): મહેસાણાના (Mehsana) ખેરાલુના જે વિસ્તારમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા (ProcessionofLordSriRama) પર પત્થરમારો (stoning) કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં આજે ગેરકાયદે દબાણો (IllegalConstructions) પર બુલડોઝર (Bulldozer) ફેરવી દેવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં (Gujarat) હવે દાદા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું (GujaratCMBhupendraPatel) બુલડોઝર ફરવા માંડ્યું તેવી ચર્ચા શરૂ થઈ છે.

ગયા મહિને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. તે અગાઉ દેશના વિવિધ શહેરો, ગામડાંઓમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી. આવી જ એક શોભાયાત્રા મહેસાણાના ખેરાલુમાં પણ નીકળી હતી. ત્યારે ખેરાલુના જકાતનાકા નજીક હાટડીયા વિસ્તારમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા પર પત્થરમારો કરાયો હતો. બાદમાં આ પત્થરમારો કરનારાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થઈ હતી.

દરમિયાન આ વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણોને ખેરાલુની નગરપાલિકા દ્વારા નોટીસો ફટકારાઈ હતી.  પાલિકાએ પંચમુખી હનુમાન મંદિરથી હાટડિયાના બેલીમ વાડા સુધીમાં આવેલ કુલ 30-35 કાચાં-પાકાં દબાણો હટાવવા માટે તેના માલિકોને નોટિસ પાઠવી હતી અને મિલકતના પુરાવા રજૂ કરવા અથવા જાતે જ દબાણ હટાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.  વારંવાર નોટિસ મોકલવા છતાં આ વિસ્તારમાં દબાણો દૂર કરાયા નહોતા. આખરે સોમવારે તા. 5 ફેબ્રુઆરીના રોજ સિટી સરવે વિભાગે માપણી કરી હતી.

હવે આખરે બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ સમયે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.  આખરે ખેરાલુ નગરપાલિકા દ્વારા જાતે જ આ વિસ્તારમાં બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.

દબાણ હટાવવાની આ કામગીરી માટે ખેરાલુ નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાએ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. આ દબાણો દૂર કરવામાં આવતા એવી ચર્ચા ઉઠી છે કે ઉત્તર પ્રદેશમાં જેમ યોગીનું બુલડોઝર ફરે છે તેમ હવે ગુજરાતમાં દાદાનું બુલડોઝર ફરવા લાગ્યું છે.

21 જાન્યુઆરીએ નીકળેલી રામયાત્રા પર થયો હતો પથ્થરમારો
22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત ભગવાન રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આગલા દિવસે મહેસાણાના ખેરાલુમાં હિંદુ સંગઠનો દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા શહેરના મુસ્લિમ વિસ્તારમાં સ્થિત મસ્જિદ પાસે પહોંચી ત્યારે અચાનક તેની ઉપર પથ્થરમારો શરૂ થયો હતો. આ કેસમાં બાદમાં 32 ઈસમો વિરુદ્ધ નામજોગ અને બાકીના ટોળા સામે FIR દાખલ થઈ હતી.

Most Popular

To Top