આજે લોકોનું આયુષ્ય દવાઓને કારણે ખૂબ વધી ગયું છે, પરિણામે વૃધ્ધો અને વૃધ્ધાઓની સંખ્યા ખુબ વધી ગઇ છે. આવે સમયે વધુને વધુ વૃધ્ધાશ્રમોની જરૂર ઉભી થઇ છે. આજકાલ ઘણા વૃધ્ધાશ્રમો છે પણ જાણવા મળ્યું છે કે એમાં વયસ્ક વ્યકિતઓની બરાબર સંભાળ નથી લેવામાં આવતી અને જો તેઓ માંદા પડે તો તગેડી મુકવામાં આવે છે.
વાસ્તવમાં હવે એવા વૃધ્ધાશ્રમોની જરૂરીયાત છે જયાં વૃધ્ધ વ્યકિતઓની બધી જ જરૂરીયાત સંતોષાય અને એમના અંતિમ શ્વાસ સુધી સંભાળ રાખવામાં આવે. આજકાલ અમુક ધર્મ અને સંપ્રદાયોમાં કરોડોના ખર્ચે મંદિરો બનાવામાં આવે છે અને પછી એમાં પાષાણની મૂર્તિ પધરાવવામાં આવે છે, અરે ઘણા તો ઘરો વહેંચી વહેંચીને બીજે ચાલ્યા જાય છે, પરિણામે આ મંદિર સુના થઇ જાય છે. આ લોકો એના કરતા ભવ્ય અને સગવડવાળા વૃધ્ધાશ્રમો રૂપી મંદિરો બનાવી એમાં વૃધ્ધો અને વૃધ્ધાઓ રૂપી ભગવાનોને પધરાવસે તો એમને વધુ પૂણ્ય મળશે.
સુરત – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.