National

બુદ્ધ પૂર્ણિમાએ પીએમ મોદીનો દેશવાસીઓને સંદેશ,આરોગ્યકર્મીઓનો આભાર માન્યો

આજે વૈશાખ પૂર્ણિમા છે. અર્થાત્ ભગવાન ગૌતમ બુદ્ધ ( god gautam buddh) નો જન્મ આ દિવસે થયો હતો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોરોના ( corona) રોગચાળાએ આખી દુનિયાને બદલી નાખી છે. કોરોના જેવો રોગચાળો 100 વર્ષમાં થયો નથી.આ મહામારી સામે આજે બધા દેશો સાથે મળીને લડી રહ્યા છે.

કોરોના સાથેની લડતમાં રસી ( vaccine) અગત્યનું શસ્ત્ર
બુદ્ધ પૂર્ણિમા પર ગ્લોબલ સમારોહને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે હું ફરી એકવાર ફ્રન્ટલાઈન હેલ્થકેર કાર્યકરો ( frontline health worker) , ડોકટરો, નર્સોને સલામ કરું છું જેઓ નિસ્વાર્થતાથી અન્યની સેવા કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ અદા કરે છે. અને જેમણે તેમના પ્રિયજનોને આ મહામારીમાં ગુમાવ્યા છે તેમના પરિવારને સંવેદના. વીડિયો કોન્ફરન્સિંગ ( video conferance ) દ્વારા સંબોધનમાં વડા પ્રધાને કહ્યું કે રસી લોકોના જીવ બચાવવા અને રોગચાળાને હરાવવા માટે નિશ્ચિતરૂપે મહત્વપૂર્ણ છે, તે એક મહત્વપૂર્ણ શસ્ત્ર છે.

ઉપરાષ્ટ્રપતિ નાયડુએ ભગવાન બુદ્ધના મંતવ્યો અપનાવવા અપીલ કરી
બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ( vainkayu naydu) દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે લોકોએ આ પ્રસંગે ભગવાન બુદ્ધ દ્વારા બતાવેલા કરુણા અને સહનશીલતાના માર્ગને અનુસરવું જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- ભગવાન બુદ્ધ આ પૃથ્વી પરના એક મહાન આધ્યાત્મિક ગુરુ હતા. ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલ શાંતિ, ભાઈચારો અને કરુણાનો શાશ્વત સંદેશ વિશ્વના માનવોને નૈતિક મૂલ્યો અને સંતોષના આધારે જીવન જીવવા તરફ પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે.

પીએમ મોદીના સંબોધન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ( j p nadda) એ પણ બુદ્ધ પૂર્ણિમા પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્વિટ ( twitt) દ્વારા નડ્ડાએ કહ્યું હતું કે ભગવાન બુદ્ધે તેમના તપ,જ્ઞાન અને દર્શન થી આખી દુનિયાને અહિંસા અને માનવતાનો સંદેશ આપ્યો છે, કોરોના સમયમાં માનવ કલ્યાણના એમના મહાન વિચારને આપણને હમેશાં જનસેવા માટે પ્રેરિત કરતાં રેહશે.

Most Popular

To Top