ન્યૂયોર્ક સિટીના મેયર જોહરાન મમદાનીના હાઉસ, ગ્રેસી મેનશનના બહાર બોમ્બ હુમલાની કોશિશ થઇ હતી. પોલીસએ ઘટનાને ગંભીરતા સાથે લઈને તરત તપાસ શરૂ કરી છે અને બે સંદિગ્ધોને ઝડપી પાડ્યા છે. લોકલ મીડિયા ફ્રીડમ ન્યૂઝ દ્વારા વાયરલ થયેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, અટકાયત થવાના થોડા પળ પહેલા એક સંદિગ્ધ બીજાને બોમ્બ આપે છે.
સી.એન.એન.ની રિપોર્ટ મુજબ, પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ઉપકરણોમાં કાળા ટેપવાળા જાર હતા, જેમાં નટ, બોલ્ટ, પેંચ અને ફ્યુઝ ભરી રાખવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, અને વધુ તપાસ આ બોમ્બ ખરેખર કાર્યક્ષમ હતા કે નહીં.તે દિશામાં કરવામાં આવી રહી છે
આ ઘટના ત્યારે બની, જ્યારે રમઝાનના પવિત્ર મહિનામાં દક્ષિણપંથના પ્રભાવશાળી જેક લેંગ દ્વારા આયોજિત ઇસ્લામ વિરોધી પ્રદર્શન અને તેના વિરોધમાં મોટા જવાબી પ્રદર્શન વચ્ચે ટક્કર થઈ. આ દરમિયાન બે સંદિગ્ધોએ જ્વલનશીલ વસ્તુઓમાં આગ લગાવી અને તેને માર્ગ પર ફેંકી, જે પછી પોલીસની હસ્તક્ષેપ દરમિયાન ઝડપાઈ ગયા.
NYPD કમિશનર જેસિકા એસ. ટિસ્કએ જણાવ્યું કે આ ઉપકરણો ફૂટબોલ કરતાં થોડા નાના કદના છે અને તેમને વિશ્લેષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ઘટનામાં આગ અને ધૂમ્ર દેખાયા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, લગભગ 20 મિનિટ પછી એક 18 વર્ષીય પ્રદર્શનકરે જ્વલનશીલ વસ્તુ વિરોધીઓ તરફ ફેંકી અને પછી પોતાના 19 વર્ષીય સાથીને બીજું ઉપકરણ લાવવા કહ્યું. ઘટના દરમિયાન પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસ તેજ કરી છે,મેયર મમદાની અને તેમની પત્ની રમા દવાજી સુરક્ષિત છે. મેયરના પ્રવક્તાએ કહ્યું કે જેેક લેંગ દ્વારા આયોજિત સભા ઘૃણાસ્પદ અને ઇસ્લામ વિરોધી હતી, અને આ ઘટનાએ મેયર દંપતીને રોજના જોખમોને યાદ કરાવ્યું છે.