SURAT

સુરતની હોસ્પિટલો બોગસ ડોક્ટરોને પણ સાચવે છે, કોવિડમાં કાર ગિફ્ટ કરી હતી

સુરત: સુરતની ટોચની હોસ્પિટલોના ટાઉટ સુરતના ફ્રોડ ડોકટરો બાદ હવે ટોચની પંદર જેટલી હોસ્પિટલોને સુરત પોલીસ સ્ટેશન સમન્સ મોકલવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમાં ગરીબ અને શ્રમિક પરિવારોના દર્દી આવતા હોય છે તે લોકોને વર્ષે આ હોસ્પિટલો મારફત દસ લાખથી એક કરોડ જેટલું તગડું કમિશન મળતું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ આખા મામલે જે પ્રક્રિયા જયારે જિલ્લા આરોગ્ય વિભાગે કરવાની છે ત્યારે આ પ્રક્રિયા હવે સુરત પોલીસ કરી રહી છે.

  • સુરતના બોગસ ડોકટરો ટોચની હોસ્પિટલોના ટાઉટ બન્યા
  • ટોચની હોસ્પિટલો એક પેશન્ટ પર 30 થી 40 ટકા કમિશન આપતી હોવાની વાત, પોલીસ હવે પૂછપરછ કરશે

આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરની આક્રમકતા બાદ હાલમાં ટોચની હોસ્પિટલના સંચાલકોની ઊંધ હરામ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ફ્રેક્ચર હોય કે પછી નાના મોટા ઓપરેશન અને હાર્ટ ઓપરેશનમમાં કરોડોનું કમિશન ફ્રોડ ડોકટરો મેળવતા હોય છે. તેમાં શ્રમિક વિસ્તાર જેવા કે કડોદરા, લિંબાયત, પાંડેસરા, ઉધના, ગોડાદરા, સચિનમાં શ્રમિકની વસ્તી અંદાજે 20 લાખ કરતાં વધારે છે.

ત્યારે આ વિસ્તારો તે હોસ્પિટલ સંચાલકો માટે અને ફ્રોડ તબીબો માટે કરોડોની કમાણી માંગવાનું સ્ત્રોત છે. હવે ફ્રોડ તબીબોએ પોલીસ આગળ ડંડા પડતા આ તમામ બાબતોની પોલ ખુલ્લી કરી નાંખી છે. દરમિયાન કરોડોના આ સ્કેમમાં પોલીસ પણ તપાસમાં આગળ વધતા ચોંકી ગઇ છે.

કોવિડમાં ફ્રોડ તબીબોને કારો ગિફ્ટમાં મળી હતી
પાંચ ચોપડી પાસ એવા આ તબીબોને કોવિડમા હોસ્પિટલ સંચાલકો દ્વારા કાર ગિફ્ટ કરી હતી. આ ઉપરાંત ચોક્કસ ટાર્ગેટ પર ફોરેન ટુર અને કમિશન બમણું કરાતું હોવાની વાત છે. દરમિયાન જિલ્લા પંચાયતના ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓની હપ્તાખોરી સામે હાલમાં પોલીસ તપાસ તો કરી રહી છે પરંતુ વાસ્તવમાં આ તપાસ કેટલી આગળ જાય છે તે જોવાનું રસપ્રદ થઇ જાય છે.

આ મામલે કોઇને છોડાશે નહી
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે રશેષ ગુજરાથીએ સંખ્યાબંધ તબીબોને પાંચ દિવસમાં ડિગ્રી આપી હોવાની કબૂલાત કરી છે. તેમાં તેણે આ માટે પોતાના એજન્ટો અન્ય રાજયોમાં નિમ્યા હોવાની આશંકા છે. આ મામલે રશેષ ગુજરાથીને છોડાશે નહીં, આ ઉપરાંત શહેરની ટોચની હોસ્પિટલો મોટી સાંઠગાંઠ ફ્રોડ તબીબો સાથે હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

Most Popular

To Top