રાજકોટ: રાજ્યમાં આગામી ચૂંટણીને (Election) લઈને પાર્ટીઓમાં (Party) ભારે ધમાલ જોવા મળી રહી છે. આ સ્થિતિ દરમિયાન ખોડલધામ (Khodaldham) મંદિરના ટ્રસ્ટી અને પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ (Naresh Patel) કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે અટકળોએ જોર પકડયું છે. રાજકોટના ખોડલધામ ખાતે આજે ચાર અલગ અલગ બેઠક યોજાવા જઈ રહી છે. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉનડેશનની બેઠક મળી હતી ત્યાર બાદ ગુજરાત કન્વીનરોની બેઠક મળી હતી. આ દરમિયાન નરેશ પટેલે કહ્યું હતું કે હું શું કરું? ત્યારે તમામ કન્વીનરોએ એક સૂરમાં કહ્યું હતું કે હા તમારે રાજકારણમાં જોડાવવું જોઈએ. નરેશ પટેલને રાજકારણમાં જોડાવવા અંગે ગ્રીન સિગ્નલ આપી દીધો છે.
આ બેઠકમાં સૌ પ્રથમ ખોડલધામ ટ્રસ્ટીઓની બેઠક મળી રહી છે. ત્યાર બાદ ગુજરાતના તમામ શહેરોમાંથી મહિલા અવને પુરુષો કન્વીનરો સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂરો આપ્યા હતા. તેથી હકી શકાય કે નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત છે.
ટ્રસ્ટીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, હું રાજકારણમાં જોડાઇશ તો તેઓ મારા સપોર્ટમાં રહેશે. રાજકારણમાં આવીશ તો પારદર્શક રાજનીતિ કરીશ. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં નહીં જોડાવવું આ નિર્ણય પ્રશાંત કિશોરનો અંગત નિર્ણય છે પરંતુ તેઓ હંમેશા મારી સાથે રહેશે અને અમે સારા મિત્રો રહેશું. જો હું રાજકારણમાં જોડવાવું તો તે માર સપોર્ટમાં જ રહેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે સર્વે પૂર્ણ થયો નથી પરંતુ સર્વે પૂર્ણતાના આરે છે. તેમણે કહ્યું કે આ મહિનાના અંતમાં હું તારીખ જાહેર કરીશ અને એ તારીખે હું મારો નિર્ણય જાહેર કરીશ.