ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હાલ બોર્ડની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે. ત્યારે આજે ધોરણ 10નું હિન્દીનું (Hindi) પેપર (paper) હતું. ચાલુ પરીક્ષાએ પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેવા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જ્યારે શિક્ષણ બોર્ડને આ અંગા જાણકારી મળતા જ કાર્યવાહી હાથ ધરી હતી. પેપર લીક (paper leak) થયા અંગે શિક્ષણ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે ફેસબુકના (Facebook) જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે.
બોર્ડની પરીક્ષાની ગેરરીતે અંગે ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિએ પેપર સોલ્વ થયેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. માહિતી અનુસાર ફેસબુક પર આપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે. આ મામલે શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. આ પેપરમાં પુછાયેલા સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે. શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું હતું કહ્યું કે પેપરમાં ગેરરીતિ થઈ છે તે અંગે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જે સેન્ટર કે જે માધ્યમથી પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે અમે ફરિયાદ કરીશું.
ગુજરાતમાં પેપર ફૂંટવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ગુજરાતમાં આઠ મહિનામાં આ ચોથું પેપર ફૂંટ્યું છે. આ પહેલા સરકારી ભરતી પરીક્ષાના પેપર ફૂંટયાના સમાચાર સામે આવતા હતા પંરતુ બોર્ડની પરીક્ષામાં પણ આ ગેરરીતી થઈ હોવાનું સામે આવતા સરકાર પર અનેક સવાલો ઉભા થાય છે. આ અગાઉ પણ જુલાઈ માસમાં લેવાયેલી DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું.