સુરત: આગામી વર્ષ 2024 માટેની ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આ પરીક્ષા 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન યોજાશે. ધોરણ-12 પછી લેવાતી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, SSC સંસ્કૃત પ્રથમ અને ધોરણ HSC વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે.
ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન , રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે.
આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે.