National

BMW લોંચ કરી રહી છે કારથી પણ મોંધુ આ જાજરમાન મેક્સી સ્કૂટર

બીએમડબ્લ્યૂ મોટરરાડ ઇન્ડિયા (BMW Motorrad India) મંગળવારે 12 ઓક્ટોબરના રોજ તેની સી 400 જીટી મેક્સી-સ્કૂટર (C 400 GT) લોન્ચ કરવા જઈ રહી છે. આ મેક્સી-સ્કૂટરનો (Maxi scooter) જેટલો જોરદાર લુક છે તેવા જ તેના ફિચર્સ છે. તે મોટી ફ્રેમમાં, એક મોટા એન્જિન સાથે વિશિષ્ટ સુવિધા સાથે સ્કૂટરનો લેટેસ્ટ અવતાર છે. સ્કૂટરના એન્જિનને દેશમાં અન્ય એન્જિનોમાં સૌથી દમદાર ગણાવવામાં આવ્યું છે.  જર્મની (Germany) ની જાણીતી ઓટો નિર્માતા કંપની બીએમડબ્લ્યુ (BMW) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય ગ્રાહકોને હવે મેક્સી સ્કૂટરના રૂપમાં નવો શ્રેષ્ઠ વિકલ્પ મળશે.

નવા-નવા ટૂ-વ્હીલર્સમાં રસ ધરાવતા લોકો ઘણા સમયથી આ મેક્સી સ્કૂટરની રાહ જોઈ રહ્યા હતા. જોકે આ સ્કૂટરને ખરીદવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. આ મેક્સી સ્કૂટરની કિંમત ભારતમાં લગભગ 10 લાખ રૂપિયા છે. આ સાથે તે ભારતમાં લોન્ચ થતા પહેલા હાજર સૌથી મોંઘા સ્કૂટરોની યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી ચૂક્યું છે. કંપની પાસેથી મળેલી જાણકારી અનુસાર સિંગ સિલેન્ડરવાળું જીટીના સ્પેશિયલ લિક્વિડ-કૂલ્ડ એન્જિનની ક્ષમતા 350CC છે. C 400 GT નો પાવર આઉટપુટ 34hp છે. જે 35 Nm નો ટોક જરનેટ કરે છે.

આ છે ફિચર્સ

C 400 GT સ્કૂટરમાં ચાવી વગરનું ઇગ્નિશન (Keyless Ignition), યૂએસબી (USB), ચાર્જીગ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે ટીએફટી ડિસ્પ્લે લાગેલી છે. તેની બોડી પેનલ, એલઈડી લાઈટ્સ, ટ્રેક્શન કંટ્રોલ ફીચર અને સીવીટી ટ્રાન્સમિશન તેને બીજાથી અલગ બનાવે છે.

Most Popular

To Top