નવી દિલ્હી: (New Delhi) દેશમાં ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ (Blood Group) મળ્યું છે. અત્યાર સુધી આપણે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જાણીએ છીએ. જેમાં એ, બી, ઓ અને એબી બ્લડ ગ્રુપનો સમાવેશ થાય છે. પરંતુ હવે જે દુર્લભ બ્લડ ગ્રુપ મળ્યું છે તેનું નામ છે ઈએમએમ નેગેટિવ છે. ગુજરાતના રાજકોટમાં 65 વર્ષીય વ્યક્તિના શરીરમાં આ દુર્લભ લોહી વહે છે. ઈએમએમ નેગેટિવ (EMM Negative) બ્લડ ગ્રુપને 42મી બ્લડ સિસ્ટમ માનવામાં આવી છે. આ બ્લડ ગ્રુપવાળા લોકો ન લોહી દાન કરી શકે છે કે ન તો લઈ શકે છે.
- ગુજરાતના રાજકોટમાં 65 વર્ષીય વ્યક્તિના શરીરમાં આ દુર્લભ લોહી વહે છે
- આ બ્લડ ગ્રુપવાળા લોકો ન લોહી દાન કરી શકે છે કે ન તો લઈ શકે છે
- દુનિયામાં ફક્ત 10 જ લોકોની પાસે આ બ્લડ ગ્રુપ છે
રાજકોટની એક વ્યક્તિ આ દુર્લભ બ્લડ ગ્રુપ ધરાવે છે. આ વ્યક્તિને હૃદયની બીમારી છે. ઓપરેશન કરવા માટે તેને લોહીની જરૂર છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ દુર્લભ બ્લડ ગ્રુપ ધરાવતી આ વ્યક્તિ ભારતની પ્રથમ અને દુનિયાની 10મી વ્યક્તિ છે. એટલે કે દુનિયામાં ફક્ત 10 જ લોકોની પાસે આ બ્લડ ગ્રુપ છે. માણસના શરીરમાં 42 અલગ-અલગ પ્રકારની બ્લડ સિસ્ટમ છે. જેમ કે, એ, બી, ઓ, આરએચ અને ડફી, પરંતુ સામાન્ય રીતે ચાર જ બ્લડ ગ્રુપ માનવામાં આવે છે. ઈએમએમ નેગેટિવ બ્લડ ગ્રુપને 42મી બ્લડ સિસ્ટમ માનવામાં આવી છે. આ બ્લડ ગ્રુપવાળા લોકોના શરીરમાં ઈએમએમ હાઈ-ફ્રિક્વેન્સી એન્ટીજનની કમી હોય છે. આ બ્લડ ગ્રુપવાળા લોકો ન લોહી દાન કરી શકે છે કે ન તો લઈ શકે છે.
65 વર્ષીય વ્યક્તિ દેશની પ્રથમ એવી વ્યક્તિ છે જેમની પાસે ઈએમએમ નેગેટિવ બ્લડ ગ્રપ છે
સુરત સ્થિત સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સન્મુખ જોશનીએ કહ્યું હતું કે, ”રાજકોટની આ વ્યક્તિને લોહીની જરૂર છે. જેથી તેમની હૃદયની સર્જરી થઈ શકે. કારણ કે, તેમના તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ સર્જરી કરવા માટે નવું ગ્રુપ ઇએમએમ નેગેટિવ લોહી નથી.” જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે, આ 65 વર્ષીય વ્યક્તિ દેશની પ્રથમ એવી વ્યક્તિ છે જેમની પાસે ઈએમએમ નેગેટિવ બ્લડ ગ્રપ છે.